Western Times News

Gujarati News

સુરતમાં ઓસ્ટ્રેલિયન પક્ષીઓ સુરતી ગાંઠીયા ખાવા આવ્યા

સુરત, સુરતમાં ઓસ્ટ્રેલિયન પક્ષીઓ સુરતી ગાંઠીયા ખાવા આવે છે. ગાંઠીયા માત્ર સુરતીઓ કે સુરતથી બહારથી આવનાર લોકોને જ નહીં પરંતુ વિદેશથી આવનાર પક્ષીઓને પણ આટલી હદે ગમી ગયા છે કે તેઓ જલના જીવ જંતુ ખાવાના બદલે આ ગાંઠીયા વધારે ખાવાનું પસંદ કરી રહ્યા છે.શિયાળામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વિદેશથી પક્ષીઓ આવતા હોય છે.

ગુજરાતમાં પાણી આચ્છાદિત વિસ્તારોમાં આ પક્ષીઓ આવીને વસવાટ કરતા હોય છે. શિયાળાની મજા માણવા હજારો કિલોમીટરનું અંતર કાપી વિદેશી પક્ષીઓ સૂર્યપુત્રી તાપી નદીના તટે આવતા હોય છે.

જાે કે મહત્વની વાત એ છે કે આ પક્ષીઓ સુરતી ગાંઠીયા ખાવા પડાપડી કરતા જાેવા મળે છે.સુરતમાં ઓસ્ટ્રેલિયન પક્ષીઓ સુરતી ગાંઠીયા ખાવા આવે છે. ગાંઠીયા માત્ર સુરતીઓ કે સુરતથી બહારથી આવનાર લોકોને જ નહીં પરંતુ વિદેશથી આવનાર પક્ષીઓને પણ આટલી હદે ગમી ગયા છે કે તેઓ જલના જીવ જંતુ ખાવાના બદલે આ ગાંઠીયા વધારે ખાવાનું પસંદ કરી રહ્યા છે.

આ ઓસ્ટ્રેલિયન પક્ષીઓ ખાસ કરીને પ્રજજન કરવા ટાપુ જેવા સ્થળો વધુ પસંદ કરતાં હોય છે.આ પક્ષીઓનું મહત્વનું અને જાણીતું સ્થળ તાપી તટ બની ચૂક્યું છે. અહીં આવેલા આ વિદેશી પક્ષીઓ ગાંઠિયા સહેલાઈથી પચાવી રહ્યા છે. રાજ્યમાં શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ વિદેશી પક્ષીઓની મોટું ઝુંડ અહીં જાેવા મળી રહ્યું છે.

હજારો કિલોમીટરનું અંતર કાપી ઓસ્ટ્રેલિયાથી આવતા આ પક્ષીઓને બ્લેક હેડેડ ગલ અને બ્રાઉન હેડેડ ગલ તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટર નિલય દેસાઈ જેઓ ફિઝિશિયન છે પરંતુ છેલ્લા ૨૫ વર્ષથી પક્ષી નિરીક્ષણ કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઓક્ટોબર નવેમ્બર માસથી ઠંડીની શરૂઆત થાય છે અને આ સમય દરમ્યાન પક્ષીઓનું મોટું ઝુંડ તાપી નદીના તટે આવી જાય છે.

પક્ષીઓને લોકો ગાંઠિયા અને તેલવાળી વસ્તુઓનો ખોરાક આપતા હોય છે, પરંતુ પક્ષીઓના આરોગ્ય માટે આ હાનિકારક છે. પરંતુ આ પક્ષીઓ માટે ગાંઠીયા પ્રિય બની ગયું છે તેઓ સહેલાઈથી એને ડાઈજેસ્ટ પણ કરી લેતા હોય છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.