આ શહેરમાં ખાદ્ય મસાલા, પનીર બાદ હવે દવામાં પણ મિલાવટ
ઉનાળાની શરૂઆત થતાંની સાથે સુરત આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
દવાના લેવાયેલા સેમ્પલ ફેઈલ આવ્યા
સુરત,સુરત આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે અને ખાવાપીવાની વસ્તુઓમાં મિલાવટ છે કે નહીં? તેનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આવામાં સુરતમાંથી લેવામાં આવેલા મોટાભાગના સેમ્પલ ફેઇલ થઇ ગયા છે. આવી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થતી હોય છે. In Surat there is also adulteration in medicine
સારી તંદુરસ્તી માટે લેવામાં આવતી દવામાં પણ મિલાવટ હોવાનું સામે આવતા હવે સુરત આરોગ્ય વિભાગે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. ઉનાળાની શરૂઆત થતાંની સાથે સુરત આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ઉનાળામાં ભરવામાં આવતા મસાલા, મરચું, હળદર, પનીર, ચીઝ વગેરે વસ્તુઓના સેમ્પલ લેવામાં આવતાં તેની ગુણવત્તા ઓછી હોવાની અથવા મિલાવટ જાેવા મળી હતી.
જેને લઈને કાર્યવાહી તો કરવામાં આવી હતી, પરંતુ આવી તમામ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની વાત સામે આવી છે. આટલું જ નહીં, તંદુરસ્તી માટે લેવામાં આવતી પ્રોટિન, વિટામીનની દવાઓમાં પણ મિલાવટ હોવાની ફરિયાદો સતત આરોગ્ય વિભાગને મળી હતી. જેને લઈને આરોગ્ય વિભાગે સુરતના નવ જેટલા ઝોનમાંથી ૧૮ જેટલી દુકાનોમાંથી સેમ્પલ લીધા હતા.
જેમાંથી ચાર દુકાનોમાંથી લેવામાં આવેલા સેમ્પલ ફેઇલ જતાં હવે આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે દવાઓના સેમ્પલ ફેલ ગયા છે, તેમાં વિટામીનની જેટલી માત્રા હોવી જાેઈએ તેના કરતાં ઓછી હોવાની વિગતો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં શાહપુરમાં આવેલું આશિષ મેડિકલ, મગોબ ખાતે આવેલું જય અંબે મેડિકલ અને બામરોલી ખાતે આવેલું એચએસ એન્ટરપ્રાઇઝમાંથી લેવામાં આવેલા પ્રોટીન અને વિટામીનના સેમ્પલ ફેઇલ જણાતા તેની વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ચાર મેડિકલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બાદ દંડની કાર્યવાહી પણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.ss1