તામિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી ૩૪નાં મોતઃ ૬૦ લોકો સારવાર હેઠળ
જિલ્લાના ડીએમ-એસપીને હટાવાયા; ઘટનાની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી
(એજન્સી)કલ્લાકુરિચી, તામિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી ૩૪ લોકોના મોત થયા છે. ૬૦થી વધુ વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે એક વ્યક્તિ કે કન્નુકુટ્ટી (૪૯)ની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી આશરે ૨૦૦ લીટર ઝેરી દારૂ મળી આવ્યો છે. તેમાં મિથેનોલ ભેળવવામાં આવેલું હતું.
૧૮ જૂને કલ્લાકુરિચી જિલ્લાના કરુણાપુરમમાં બનેલી ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના લોકો મજૂર હતા. દારૂ પીધા બાદ રાત્રે આ લોકોને ઝાડા, ઉલ્ટી, પેટમાં દુખાવો અને આંખોમાં બળતરા થવા લાગી હતી.
પોલીસે આ કેસમાં એક વ્યક્તિ કે કન્નુકુટ્ટી (૪૯)ની ધરપકડ કરી છે. તેની પાસેથી આશરે ૨૦૦ લીટર ઝેરી દારૂ, જેમાં મિથેનોલ ભેળવવામાં આવ્યો છે, મળી આવ્યો છે.
કલ્લાકુરિચીમાં ૧૨ એમ્બ્યુલન્સ તહેનાત છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.
આ ઘટના બાદ રાજ્ય સરકારે કલ્લાકુરિચીના કલેક્ટર-એસપીને હટાવી દીધા છે. તેમના સ્થાને એમએસ પ્રશાંતને કલેક્ટર અને રજત ચતુર્વેદીને એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઘટના અંગે સીએમ એમકે સ્ટાલિને ટ પર લખ્યુંઃ કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાત અને દુઃખી છું. આ કેસમાં ગુનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
૨૦ થી વધુ લોકોને કલ્લાકુરિચી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૧૮ લોકોને પુડુચેરી ત્નૈંઁસ્ઈઇ અને ૬ લોકોને સાલેમ રિફર કરવામાં આવ્યા હતા. કલ્લાકુરિચીમાં ૧૨ એમ્બ્યુલન્સ તૈનાત છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.
૨૦થી વધુ લોકોને કલ્લાકુરિચી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૧૮ લોકોને પુડુચેરી જીપમેર અને ૬ લોકોને સાલેમ રિફર કરવામાં આવ્યા હતા. તેમની સારવાર માટે વિલ્લુપુરમ, તિરુવન્નામલાઈ અને સાલેમથી દવાઓ મંગાવવામાં આવી છે. કલ્લાકુરિચી હોસ્પિટલમાં ડોક્ટરોની વિશેષ ટીમને બોલાવવામાં આવી છે.