‘તન્નુ વેડ્ઝ મન્નુ ૩’માં આર. માધવનને રિપ્લેસ કરી દેવાયો
મુંબઈ, આનંદ એલ રાયની ખુબ લોકપ્રિય ફિલ્મ ળેન્ચાઇઝી ‘તન્નુ વેડ્ઝ મન્નુ’નો ત્રીજો ભાગ આવી રહ્યો હોવાની ઘણા લાંબા સમયથી ચર્ચાઓ ચાલે છે.
ત્યારે ઘણા લોકો આ ફિલ્મમાં આર.માધવનને જ મન્નુ તરીકે જોવા મળે છે. જોકે, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં માધવને સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મ માટે તેનો કોઈએ સંપર્ક કર્યાે નથી. આ ફિલ્મમાં માધવન અને કંગનાના રોલ અંગેની શક્યતાઓ અંગે માધવને જણાવ્યું,“જ્યાં સુધી હું આ અંગે કશું કહેવા માગું છું, ત્યાં સુધી, મને આ અંગે કંઈ જ ખબર નથી. આ બધું ઇન્સ્ટાગ્રામ પર જ ચાલે છે.
બધા લોકો અને મીડિયા મને પ્રશ્નો કરે છે. ફિલ્મના ત્રીજા ભાગ અંગે આનંદ કે અન્ય કોઈ પણ વ્યક્તિએ મારી સાથે કોઈ જ વાત કરી નથી.”માધવનને લાગે છે કે તે કદાચ આ ફિલ્મનો ભાગ પણ નથી. તેણે કહ્યું,“મને કોઈ જ અંદાજ નથી અને મને સ્ક્રિપ્ટ શું છે એ પણ ખબર નથી. કદાચ હું આ ફિલ્મમાં છું જ નહીં. કદાચ તેમણે મને રિપ્લેસ કરી નાખ્યો છે. મને જરા પણ અંદાજ નથી.”
અગાઉ માધવને ત્રીજી ફિલ્મના ભાગ બનવા અંગે પોતાની મુંઝવણ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું, “જે ઘોડો મરી ગયો હોય તેને દોડાવવા ચાબુક માર્યા કરવા જેવું છે, તન્નુ વેડ્ઝ મન્નુની વાર્તાને ખેંચવી હવે નિરર્થક છે. આ અશક્ય છે અને મને લાગે છે હું હવે ધરાઈ ગયો છું.
મારે ફરી મન્નુ નથી બનવું હવે.”માધવન અને કંગના લીડ રોલમાં હતા એવી ફિલ્મ તન્નુ વેડ્ઝ મન્નુ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી. તેની સફળતા પછી ૨૦૧૫ તેનો બીજો ભાગ રિલીઝ કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના બેકગ્રાઉન્ડ પર આધારીત ફિલ્મમાં મન્નુ એક શરમાળ વ્યક્તિ છે, જ્યારે તન્નુ એક આખાબોલી અને બિંદાસ છોકરી છે.
બીજા ભાગમાં કંગના ડબલ રોલમાં જોવા મળી હતી. આ ઉપરાંત આ ફિલ્મમાં દીપક ડોબરિયાલ, જિમ્મી શેરગિલ, સ્વરા ભાસ્કર અને મહોમ્મદ ઝિશાન જેવા કલાકારો પણ હતા.SS1MS