Western Times News

Gujarati News

USAના ર૩૦ વર્ષના ઈતિહાસમાં આજદિન સુધી કોઈ મહિલાને રાષ્ટ્રપતિ બનવાની તક મળી નથી

મૂળ ભારતીય એવા કમલાદેવીને ૪ વર્ષ પહેલાં ઉપરાષ્ટ્રપતિ બનવાની તક મળી હતી અને હવે રાષ્ટ્રપતિ પણ બની જાય તો કહેવાય નહીં?

અમેરિકા ભલે મહિલાના અધિકારો માટે વિશ્વ પર રોફ જમાવતું હોય પણ અમેરિકાના ર૩૦ વર્ષના ઈતિહાસમાં આજદિન સુધી કોઈ મહિલાને રાષ્ટ્રપતિ બનવાની તક મળી નથી. 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડને જાહેર કર્યું છે કે જો તેઓ બીજી ટર્મ જીતે છે પરંતુ તબિયતના કારણે કાર્યકાળ પૂર્ણ કરી શકતા નથી તો તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સત્તા સોંપવા માટે તૈયાર છે

ર૦ ઓકટોબર ર૦ર૪ના રોજ પોતાના જીવનના ૬૦માં વર્ષમાં પ્રવેશ કરનાર અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલાદેવી હેરિસ જો બધુ સમુસુતરૂ પાર પાડયું તો સુપરપાવર દેશના ઈતિહાસમાં વધુ એક ઈતિહાસ રચવા જઈ રહ્યા હશે અને એ બધો દારોમદાર તેમની જ પાર્ટીના અને હાલના રાષ્ટ્રપતિ જો બાઈડન પર છે.

અલબત્ત આમ તો તેમણે એમ કહી જ દીધું છે કે જો તેઓ બીજી વખત જીતશે અને તબિયત સાથ ન આપે તો કમલાને સત્તા સોંપશે. નોંધનીય છે કે બાઈડન પર તેમની તબિયતને લઈને તેમની પાર્ટી ડેમોક્રેટિકસ તરફથી દબાણ થઈ રહ્યું છે કે તબિયતને કારણે તેઓ ઉમેદવારી પરત ખેંચે. અથવા મેદાનમાંથી ખચી જાય અને તેમના સ્થાને મૂળ ભારતીય એવા કમલાદેવીને ભાવિ રાષ્ટ્રપતિ બનવાનો માર્ગ મોકળો કરી આપે.

અમેરિકા ભલે મહિલાના અધિકારો માટે વિશ્વ પર રોફ જમાવતું હોય પણ અમેરિકાના ર૩૦ વર્ષના ઈતિહાસમાં આજદિન સુધી કોઈ મહિલાને રાષ્ટ્રપતિ બનવાની તક મળી નથી.

મૂળ ભારતીય એવા કમલાદેવીને ૪ વર્ષ પહેલાં ઉપરાષ્ટ્રપતિ બનવાની તક મળી હતી અને હવે રાષ્ટ્રપતિ પણ બની જાય તો કહેવાય નહીં. કેમ કે બાઈડન હરીફ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની સામે ટીવી ડિબેટમાં નબળા પૂરવાર થતાં અને બાઈડન સ્મૃતિદોષના કોઈ રોગથી પીડાતા હોવાના આરોપોની વચ્ચે તેમના પર દબાણ છે કે તેઓ ઉમેદવારીમાંથી ખસી જાય. જો કે અગાઉથી બાઈડન ન માન્યા અને ભગવાન કહેશે તો જ હું ઉમેદવારી પરત ખેંચીશ એવી જાહેરાત કરીને ખસી જવાનો ઈન્કાર કર્યો હતો.

પરંતુ તેમની પાર્ટીમાંથી બરાક ઓબામા સહિતના આગેવાનએ તેમના પર મેદાનમાંથી ખસી જઈને બીજાને તક આપવા આપેલી સલાહ અને પાર્ટીને અઢળક દાન આપારાઓએ પણ ઉમેદવાર નહીં બદલાય તો પાર્ટીને આપેલા જંગી ડોનેશન પરત લઈ લેશું એવી આપેલી ચીમકીએ પણ કામ કર્યું છે અને એમ મનાય છે કે બાઈડન કમલાદેવીને રાષ્ટ્રપતિ પદ માટે તૈયાર થઈ ગયા છે.

અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી વર્તમાન ઉમેદવાર પ્રમુખ જો બિડેન છે. બીજી તરફ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રિપબ્લિકન પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ટ્રમ્પ સતત બિડેન પર પ્રહાર કરી રહ્યા છે.

આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને જાહેર કર્યું છે કે જો તેઓ બીજી ટર્મ જીતે છે પરંતુ તબિયતના કારણે કાર્યકાળ પૂણ કરી શકતા નથી. તો તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સત્તા સોંપવા માટે તૈયાર છે. હકીકતમાં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં જો બિડેન પર ચૂંટણીની રેસમાંથી હટી જવા માટે દબાણ વધી રહ્યું છે.

નોંધનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બિડેન પર ચૂંટણીની રેસમાંથી હરી જવા માટે દબાણ વધી રહ્યું છે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ પદ માટે ઓગસ્ટ મહિનામાં નામાંકન ભરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટીની અંદર બિડન વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. કે તેણે રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જવું જોઈએ.

જો કે, આ મામલે બિડેને સ્પષ્ટ કર્યું છે કે, તે ત્યારે જ રેસમાંથી બહાર થઈ જશે જ્યારે ડૉક્ટરો કહેશે કે તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. બીઈટી ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં ૮૧ વર્ષીય બાઈડેને પૂછવામાં આવ્યું કે તેઓ તેમના ર૦ર૪ની ચૂંટણી ઝુંબેશ પર પુનર્વિચાર કરવા માટે શું કરી શકે છે. તેણે કહ્યું કે જો મારી મેડિકલ કંડીશન સારી નથી અને જો ડૉક્ટર મને કહે કે તમને પ્રોબ્લેમ છે. જો કે, બિડેને તે સ્પષ્ટ કર્યું ન હતું કે તેઓ કયા પ્રકારની તબીબી સ્થિતિ વિશે વાત કરી રહ્યા છે. બિડેને કબૂલ્યું છે કે તે ઉંમર વિશે પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે. તેમણે દેશનું નેતૃત્વ કરવાની તેમની ક્ષમતાનો બચાવ કર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ વધુ ચાર વર્ષ સુધી વ્હાઈટ હાઉસમાં સેવા આપી શકે તેમ છે.

જો બિડેને વધુમાં કહ્યું કે તેઓ ટ્રમ્પ કરતાં ૩ વર્ષ મોટા છે. બ્રિડેને કહ્યું કે મને લાગે છે કે, હું શારીરિક રીતે તેમના કરતા થોડો સારો છું. બીજા કાર્યકાળના અંતે બિડેન ૮૬ વર્ષના થઈ જશે. બ્રિડેને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટ્રમ્પને હરાવવા માટે તે શ્રેષ્ઠ ઉમેદવાર છે. ૮૧ વર્ષીય રાષ્ટ્રપતિએ ટ્રમ્પ સાથેની ચર્ચામાં ફરી પોતાની ભૂલો સ્વીકારી છે. બોલતી વખતે તે ઘણી વખત સ્ટટર કરતા જોવા મળ્યા હતા. એવું લાગતું હતું કે તેઓ કંઈક ભૂલી રહ્યા છે.

કમલાદેવી હેરિસ એક અમેરિકન રાજકારણી અને એટર્ની છે જે રાષ્ટ્રપતિ જો બિડેન હેઠળ ર૦ર૧થી યુનાઈટેડ સ્ટેટ્‌સના ૪૯મા અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ છે. તે યુએસના ઈતિહાસમાં પ્રથમ મહિલા વાઈસ પ્રેસિડેન્ટ અને સર્વોચ્ચ ક્રમાંક ધરાવતી મહિલા અધિકારી તેમજ પ્રથમ આફ્રિકન-અમેરિકન અને પ્રથમ એશિયન-અમેરિકન વાઈસ પ્રેસિડેન્ટ છે.

ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય તે અગાઉ ર૦૧૭થી ર૦ર૧ સુધી કેલિકોફોર્નિયાના યુએસ સેનેટર અને ર૦૧૧થી ર૦૧૭ સુધી કેલિફોર્નિયાના એટર્ની જનરલ હતા.
કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મેલા હેરિસે હોવર્ડ યુનિ. ઓફ કેલિફોર્નિયા, હેસ્ટિંગ કોલેજ ઓફ લોમાંથી સ્નાતક થયા. તેણીએ સાન ફ્રાÂન્સસકો ડીએની ઓફિસમાં અને બાદમાં સાત ફ્રાÂન્સસકોની ઓફિસના સિટી એટર્ની તરીકે ભરતી થતાં કપહેલાં અલમેડા કાઉન્ટીના ડિસ્ટ્રીક્ટ એટર્નીની ઓફિસમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ર૦૦૩માં તેઓ સાન ફ્રાÂન્સસકોની ડીએ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ર૦૧૦માં કેલિફોર્નિયાના એટર્ની જરલ તરીકે ચૂંટાયા હતા અને ર૦૧૪માં ફરીથી ચૂંટાયા હતા.
હેરિસે ર૦૧૭થી ર૦ર૧ સુધી કેલિફોર્નિયાના જૂનિયર યુએસ સેનેટર તરીકે સેવા આપી હતી. તેમણે ર૦૧૬ની સેનેટની ચૂંટણીમાં લોરેટા સાંચેઝને હરાવી બીજી આફ્રિકન-અમેરિકન મહિલા અને યુએસ સેનેટમાં સેવા આપનાર પ્રથમ દક્ષિણ એશિયન અમેરિકન બન્યા હતા.

સેનેટર તરીકે, હેરિસે હેલ્થકેર રિફોર્મ, કેનાબીસનું ફેડરલ ડી-શેડયુલિંગ બિનદસ્તાવેજીકૃત ઈમિગ્રન્ટ્‌સ માટે નાગરિકતાનો માર્ગ, ડ્રીમ એકટ, કડક બંદૂક નિયંત્રણ કાયદા અને પ્રગતિશીલ કર સુધારાની હિમાયત કરી હતી.

ર૦ર૦ની ચૂંટણીમાં યુએસ પ્રમુખ તરીકે જો બિડેનની ચૂંટણી બાદ હેરિસે ર૦ જાન્યુઆરી ર૦ર૧ના રોજ યુનાઈટેડ સ્ટેટ્‌સના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો તે યુનાઈટેડ સ્ટેટ્‌સની પ્રથમ મહિલા વાઈસ પ્રેસિડેન્ટ છે જે ઉચ્ચ કક્ષાની મહિલા ચૂંટાઈ છે. યુએસ ઈતિહાસમાં સત્તાવાર અને પ્રથમ આફ્રિકન-અમેરિકન અને પ્રથમ એશિયન-અમેરિકન વાઈસ પ્રેસિડેન્ટ.

તેઓ આ પદ સંભાળનાર બીજા અશ્વેત વ્યક્તિ પણ છે તેના પહેં ચાર્લ્સ કર્ટિસ, મૂળ અમેરિકન અને કાવ નેશનના સભ્ય હતા. જેમણે ૧૯ર૯થી ૧૯૩૩ દરમિયાન હર્બર્ટ હૂવર હેઠળ સેવા આપી હતી. કર્ટિસ અને ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા પછી એÂક્ઝક્યુટિવ બ્રાન્ચમાં સર્વોચ્ચ કચેરીઓમાંની એક સુધી પહોંચવા માટે સ્વીકૃત બિનયુરોપિયન વંશ સાથેની ત્રીજી વ્યક્તિ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.