Western Times News

Gujarati News

લવ-જેહાદના મામલે આરોપીઓનુું તબીબી પરીક્ષણ કરાયું

વડોદરા, વડોદરા જીલ્લાના પાદરામાં લવજેહાદ પીડીતાએ પાંચ ઈસમો વિરૂધ્ધ કોર્ટમાં કરેલીદુષ્કર્મની ફરીયાદના આધારે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. યુવતીએ ૧૦ દિવસ અગાઉ કોર્ટમાં નામ જાેગ કેરલ ફરીયાદ આધારે પોલીસે પાંચ પૈકી બે આરોપી રાઉન્ડઅપ કર્યા હતા. જયારે ફરાર ત્રણ આરોપીઓની સઘન તપાસ હાથ ધરી છે. પકડાયેલ બે ઈસમોનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું.

પાદરામાં ધોરણ નવની વિધાર્થીની હિન્દુ નામ રશાખી લગ્નની લાલચ આપનાર લઘુમતી કોમના યુવક વિરૂધ્ધ ગત ૧ર જુને પોલીસફરીયાદ નોધાઈ હતી. સગીરીાએ લવજેહાદ ચર્ચા પ્રકરણમાં વધુ પાંચ શખ્સો સામે કોર્ટમાં નામજાેગ ફરીયાદ કરતા પોલીસ એકશનમાં આવી છે.

પોલીસે (૧) સમીર શાંતીલાલ શાહ રહે. કરેલી બાગવડોદરશા વ્યવસાય સીકયુરીટીી તથા () રફીક અબ્દુલ અઝીર મેમણ રહે. ગોવીદપુરા પાદરાની રાઉન્ડઅપ કરીને પુછપરછ હાથ ધરવામાં આવી હતી. પાદરામાં સાહીલ ઉર્ફે શકીલ હીન્દુ વોહરા નામના યુવક દ્વારા હીન્દુ નામ વીકી ધારણ કરી ધોરણ ૯ની વિધાર્થીની લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું. સાહીલે પોતે પરીણ હોવા છતાં વિધાર્થીનીને અંધારામાં રાખી હતી. અને વારંવાર શોષણ કરતો હતો.

બીજી તરફ વિધાર્થીનીએ વધુ પાંચ શખ્સો સામે કોર્ટમાં ફરીયાદ કરી હતી. કે સાહીલ બળજબરી થી વિધાર્થીની ને પાંચ શખ્સો પાસે મોકલીી હતી. અને પીડીતા પાસે દેહ વ્યાપાર કરાવ્યો હોવાના આક્ષેપ કરતા પાદરા પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે.

રાઉન્ડઅપ કરાયેલ આરોપીઓની મામલતદાર રૂબરૂ ઓળખ પરેઠ કરાવવામાં આવી હતી. બાદમાં આરોપીઓ ને કોર્ટ સમક્ષ રજુ કરાયા હતા. પોલીસે દુષ્કર્મ વળી ઘટના સ્થળે પહોચી તપપાસ હાથ ધરી અલગ અલગ જગ્યાઓ પર પંચનામું કરવામાં આવ્યું હતું. સગીરાએ નામ જાેગ આપેલ ફરીયાદને પગલે પાદરા પંથકમાં ટોક ઓફ ધી ટાઉન નો વિષય બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.