એક જ પરિવારના 7 વ્યક્તિની હત્યા કેસમાં મરનારને 1 કરોડની ઉઘરાણી બાકી હતી
સુરતનો સામુહીક આત્મહત્યા કેસઃ આર્થિક કારણો સિવાયનાં પાસાં પણ પોલીસ ચકાસશે
મરનાર મનીષ સોલંકીએ થોડા દિવસો પહેલાં જ કાર, ઈ-બાઈક ખરીધા હતાં એટલું જ નહીં એક મિત્રને અન્ય ધંધામાં રોકાણ માટેની પણ ઓફર કરી હતી
સુરત, શનીવાર સુરતમાં એક જ પરીવારના સાત-સાત વ્યકિતની સામુહીક આત્મહત્યાના કિસ્સામાં પોલીસ આર્થિક કારણો સિવાયના પાસાને ચકાસવા માટેની તૈયારી કરી રહી છે. સામુહીક આત્મહત્યા પાછળ એક કારણ આર્થિક હોઈ શકે પરંતુ થોડા સમય પહેલાં જ મનીષે બાર લાખ રૂપિયાની કાર અને ઈ-મોપેડ ખરીધા હતા. એટલું જ નહીા એક મિત્રને ધંધામાં રોકાણ માટેની તૈયારી પણ બતાવી હતી.
બીજી તરફ મનીષ વધારે ધામિર્ક વૃત્તિનો હતો. એટલે, શ્રધ્ધા-અંધશ્રધ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા ઓળંગાઈ હતી કે, કેમ તે દિશામાં પણ તપાસ કરાશે. પોલીસને તેનો મોબાઈલ હજી હાથ નથી લાગ્યો પરંતુ તેના કોલ ડીટેઈલ રીપોર્ટ અને પરીવારના મોબાઈલની વિગતો પણ મેળવી રહી છે.
સુરતમાં પરીવારના છ વ્યકિતને ઝેર પીવડાવીને પછી પોતે ગળે ફાંસો ખાનાર મનીષ સોલંકીએ સ્યુસાઈડ નોટ લખી છે. તેમાં આર્થિક કારણો અંગે આછો પાતળો ઈશારો મળી રહયો છે. તેના ઘણા રૂપિયા લોકો પરત આપતા નહતા તેવો ઉલ્લેખ કરાયો છે. જાેકે, બીજીતરફ એક હકીકત એવી પણ સામે આવી છે. કે મનીષે થોડા દિવસો પહેલાં જ ૧ર લાખ રૂપિયાની એક કાર અને ઈ-મોપેડ ખરીધું હતું. એટલે પરીવારનું ભરણપોષણ કરવા માટે પણ ફાંફા પડે તેવી સ્થિતી ન હતી. એવું માની શકાય તેમ છે.
મરનારના પરીવારના એક સભ્યોએ જણાવ્યું હતું કે, મનીષને અલગ અલગ લોકો પાસેથી લગભગ એક કરોડ રૂપિયા જેટલી રકમ લેવાની નીકળતી હતી પરંતુ લોકો પરત આપતા નહતાં. સ્યુસાઈડ નોટમાં મનીષે અંગત વ્યકિત કે કારણ પણ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસને ઘરમાં તપાસ દરમ્યાન સોનાનું બીસ્કીટ પણ મળી આવ્યા હતાં. તદુપરાંત રોકડ રકમ અને પત્નીનો મોબાઈલ પણ મળ્યો હતો.
મોબાઈલ લોક છે. મનીષ સોલંકીના એક મીત્ર ધર્મેશ દેસાઈએ કહયું હતે કે, હજી પંદર દિવસ પહેલાં જ મનીષે મને કહયું હતું કે, કોઈ ધંધો હોય તો કરીએ હું રોકાણ કરીશ. એ તો ત્યાં સુધી કહેતો હતો કે આપઘાત કરવાનો નહીં આપણે બેઠા છીએ. ચિંતા કરવાની નહી આપણે બેઠા છીએ. ચિંતા કરવાની નહી અને આવું પગલું તેણે જ ભરી લીધું. તેને રૂપિયાનું ટેન્શન હોય તેવું મને નથી લાગ્યું. તેની પાસે પોતાનો ફલેટ હતો, જહાંગીરપુરા હાઉસીગ બોર્ડની સ્કીમમાં આવાસ હતું અને દુકાન પણ હતી તેની ફર્નીચરની સાઈટસ પણ યોગ્ય ચાલતી હતી.