Western Times News

Gujarati News

ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ અને 6.5 લાખનો દંડ ફટકારાયો

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, અંબાઈગઢા ,તા.ખેડબ્રહ્માના મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી (ઠાકરડા) નાઓના ખેડબ્રહ્મા ગામના બળદેવભાઈ હરિભાઈ પંડ્‌યાનાઓ સાથે ગાઢ મિત્રતાના સબંધો હોવાથી ફરિયાદી બળદેવભાઈ હરિભાઈ પંડ્‌યા પાસેથી આરોપી મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી (ઠાકરડા) નાઓએ રૂપિયા ૬,૫૦,૦૦૦/- હાથ ઉછીના લીધેલા અને સદર હાથ ઉછીની રકમ પેટે

આરોપી મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી (ઠાકરડા) નાઓએ તેઓના કાયદેસરના દેવાના અવેજ પેટે બેંક ઓફ બરોડા ખેડબ્રહ્મા શાખાનો તા.૨૮/૦૮/૨૦૧૮ ના રોજનો આરોપીના ખાતાનો ચેક નંબર ૦૦૦૦૦૯ નો આરોપી મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી (ઠાકરડા ) એ રૂ.૬,૫૦,૦૦૦/- અંકે રૂપિયા છ લાખ પચ્ચાસ હજાર પુરાની રકમનો આપેલ સદર ચેક ફરિયાદી બળદેવભાઈ હરિભાઈ પંડ્‌યાએ બેંકના

ખાતામાં ભરતા આરોપી મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી ના ખાતામાં ચેકની રકમ જેટલું જરૂરી ભંડોળ ના હોય સદર ચેક સ્વીકારાયા વગર પરત ફર્યો હતો જેથી ફરિયાદી બળદેવભાઈ હરિભાઈ પંડ્‌યાનાઓએ આરોપી મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી નાઓ વિરૂદ્ધ ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ નંબર ૧૧૧૨/૨૦૧૮ થી ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ મુજબની ચેક રિટર્ન ની ફરિયાદ દાખલ કરી હતી.

જે કેસ ખેડબ્રહ્મા ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (શ્રી કે.સી.મંગાણી) સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલશ્રી વિરલ કે. વોરા ની દલિલો ને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આ કેસમાં આરોપી મુકેશભાઈ કચરાભાઈ ડાયાણી (ઠાકરડા) ને કસૂરવાર ઠરાવી ૨ (બે) વર્ષની સાદી કેદ અને ૬,૫૦,૦૦૦/- અંકે રૂપિયા છ લાખ પચ્ચાસ હજાર દંડ ચૂકવવાનો હુકમ કરેલ છે અને આરોપી દંડ ની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ ચાર માસ કેદની સજા ભાગેવવાનો પણ હુકમ કરેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.