જૂના ઝઘડાની અદાવતમાં યુવકે મિત્રને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ, નારોલના રંગોલીનગરમાં જૂની અદાવતમાં લીધે મિત્રે અન્ય મિત્રને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. એક અઠવાડિયા અગાઉ આરોપી અને મૃતક વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. જેની અદાવત રાખીને મંગળવાર રાત્રે આરોપીએ તેના મિત્રને રંગોલીનગર ટોરેન્ટ પાવરની સામે આવેલા ખુલ્લા મેદાનમાં મળવા માટે બોલાવી તકરાર કરી તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ મામલે ઝોન-૬ એલસીબી સ્કવોડે હત્યારાની ધરપકડ બાદ પૂછપરછમાં તેણે કહ્યું હતું કે, “સાહેબ હું ધ્રુવેન્દ્રસિંહને મારતો નહીં તો આવતીકાલે તે મને મારી નાંખતો”રંગોલીનગરમાં રહેતા ૫૩ વર્ષીય વૃદ્ધ રાજાસિંહ રાજાવત ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.
તેમની દીકરી વકીલાતનો અભ્યાસ કરે છે અને તેમનો દીકરો ગોડાઉનમાં નોકરી કરે છે. મંગળવાર રાતે વૃદ્ધ તેમની નોકરીએથી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પર પોલીસનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, રંગોલીનગર ટોરેન્ટ પાવરની સામેના મેદાનમાં તમારા દીકરાને ગંભીર ઈજા થઈ છે.
વૃદ્ધ પિતા દીકરાના સમાચાર સાંભળીને હાંફળા ફાંફળા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમનો ૨૩ વર્ષનો દીકરો ધ્›વેન્દ્રસિંહ મરણ પથારીએ પડ્યો હતો. સમગ્ર ઘટના અંગેની જાણકારી મળતા સામે આવ્યું કે, રંગોલીનગરમાં રહેતો રવિ ઉર્ફે બાપુ બોરાણા સાથે દીકરાને અઠવાડિયા અગાઉ કોઈ બાબતે તકરાર થઇ હતી.
આ વાતની અદાવત રાખીને આરોપી રવિએ તેના જ મિત્ર ધ્›વેન્દ્રસિંહને એક પછી એક તલવારના ઘા ઝીંકીને કાસળ કાઢી નાંખ્યું હતું. જોકે, આ મામલે તપાસ કરી રહેલી નારોલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની ભાળ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ બનાવના ગણતરીના કલાકોમાં જ ઝોન-૬ ડીસીપીના એલસીબી સ્કવોડના પીએસઆઈ સહિત કર્મીઓ આરોપી રવિ ઉર્ફે બાપુની માધુપુરાના બગીચામાં બેઠેલો હોવાની બાતમી મળતા જ ધરપકડ કરીને નારોલ પોલીસને આરોપીનો હવાલો સોંપી દીધો હતો.નારોલમાં હત્યાનો બનાવ બનતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી.
જેમાં એવી હકીકત સામે આવી છે કે, મરણ પામનાર યુવકને લોકો વિસ્તારમાં ડેવિલ નામથી બોલાવતા હતા. રંગોલીનગરમાં મૃતક પોતાની જાતને ડેવિલ (રાક્ષસ) કહેવડાવવું પસંદ કરતો હતો.SS1MS