Western Times News

Gujarati News

નકલી એન્કાઉંટર કેસમાંઃ ૪૩ પોલીસકર્મીઓને કોર્ટે ફટકારી સાત વર્ષની સજા

લખનઉ, અલ્હાબાદ હાઈકોર્ટે ૧૯૯૧ પીલીભીત નકલી એન્કાઉંટર મામલામાં ૪૩ પોલીસકર્મીઓની આજીવન કેદની સજાને ૭ વર્ષ સશ્રમ જેલવાસમાં બદલી નાખી છે. આ નકલી એન્કાઉન્ટરમાં ૧૦ સિખોને આતંકવાદી ગણાવીને તેમની હત્યા કરી દીધી હતી.

હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા પોલીસકર્મીઓને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ અંતર્ગત સંભળાવેલી સજાને નકારતા કહ્યું કે, આ મામલામાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૩ અપવાદ ૩ અંતર્ગત આવે છે, હત્યાનો મામલો બને છે. જાે અપરાધી લોક સેવક હોવા અથવા સેવકની સહાયતા કરવાના કારણે કોઈ આવા કામ દ્વારા મૃત્યુ કારિત કરે છે, તો તે વિધિસમ્મત સમજે છે.

હાઈકોર્ટની લખનઉ પીઠે નિર્દેશ આપ્યા છે કે, દોષિત પોતાની જેલની સજા કાપશે અને દરેક પર ૧૦-૧૦ હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

આ આદેશ ન્યાયમૂર્તિ રમેશ સિન્હા અને ન્યાયમૂર્તિ સરોજ યાદવની ખંડપીઠે અભિયુક્ત પોલીસકર્મીઓ દેવેન્દ્ર પાંડે તથા અન્ય તરફથી દાખલ કરવામાં આવેલી અપીલો પર સુનાવણી બાદ પસાર કરી હતી. ૧૨ જૂલાઈ ૧૯૯૧ના રોજ નાનકમથા પટના સાહિબ, હુઝૂર સાહિબ તથા અન્ય તીર્થ સ્થળની યાત્રા કરી રહેલા ૨૫ સિખોનું ગ્રુપ બસમાં પરત ફરી રહ્યું હતું.

પીલીભીતના કછાલા ઘાટ પાસે પોલીસે બસ રોકી અને ૧૧ યુવકોને ઉતારી અને વાદળી બસમાં બેસાડી દીધા. તેમાંથી ૧૦ની લાશ મળી, જ્યારે શાહજહાંપુરના તલવિંદર સિંહનો આજ સુધીમાં કોઈ પત્તો નથી મળ્યો. પોલીસે આ મામલાને લઈને પૂરનપુર, ન્યૂરિયા અને બિલસંડા પોલીસ ચોકીમાં ૩ અલગ અલગ કેસ નોંધેલા હતા. વિવેચના બાદ પોલીસે ફાઈનલ રિપોર્ટ લગાવી દીધો હતો.

એક વકીલે સુપ્રીમ કોર્ટમાં જાહેરહીતની અરજી કરી, સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ૧૫ મે ૧૯૯૨ના રોજ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી. સીબીઆઈએ આ મામલાની વિવેચના બાદ ૫૭ પોલીસકર્મી વિરુદ્ધ પુરાવાના આધાર પર ચાર્જશીટ દાખલ કરી.

કોર્ટે ૪૩ પોલીસ કર્મીને દોષિત ઠેરવ્યા. સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં ૧૭૮ સાક્ષી બનાવ્યા હતા. પોલીસકર્મીના હથિયારો, કારતૂસો સહિત ૧૦૧ પુરાવા ખંગાળવામાં આવ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ ૨૦૭ દસ્તાવેજાેના પણ ૫૮ પાનાની ચાર્જશીટમાં પુરાવા તરીકે રજૂ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.