Western Times News

Gujarati News

ભવિષ્યમાં માનવ અસ્તિત્વ ટકાવવામાં મુશ્કેલી પડે તેવી ભીષણ ગરમી પડશેઃ વિશ્વ બેંક

નવીદિલ્હી, ભારતમાં જે રીતે અનેક વિસ્તારોમાં ગરમી વધી રહી છે. અને શિયાળાના આગમન છતાં પણ હજુ હિમાલય સહિતના વિસ્તારોમાં પુરતી હીમવર્ષા પણ નોધાઈ નથી તેમાં હવે વિશ્વબેંક એક નવી ચેતવણી આપતા કહયું કે ભારતમાં હીટવેવ એ કક્ષાએ વધી જશે કે માનવ માટે તેનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ મુશ્કેલ બની જશે અને આ સમય બહુ ઝડપથી આવી રહયો હોવાનું વિશ્વબેંકના રીપોર્ટમાં જણાવાયું છે.

છેલ્લા કેટલાક દસકાઓથી ભારતમાં તાપમાન ઉચું જઈ રહયું છે અને તેના કારણે આડકતરી રીતે દર વર્ષે હજારો લોકો મૃત્યુ પરંતુ વર્લ્ડ બેકના રીપોર્ટ કલાઈમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ ઓપોચ્યુનીટી ઈન ઈન્ડીયા કુલીગ સેકટરના જણાવ્યા મુજબ ભારતમાં ઉચું તાપમાન એ વહેલી શરૂ થાય છે. અને લાંબો સમય સુધી જે સ્થિતી બની રહે છે.

એપ્રિલ ર૦રરમાં ભારતમાં પતજળની મોસમ વહેલી શરૂ થઈ હતી અઅને ભયાનક ગરમીના કારણે અઅનેક વિસ્તારોમાં જનજીવનને અસર થઈ હતી. ખાસ કરીને દિલ્હીમાં તાપમાન માર્ચ મહીનામાંચ જ ૪૬ ડીગ્રી સેલ્સીયસ સુધી પહોચી ગયું હતું. ઈન્ડીયન કલાઈમેન્ન્ટ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટનરશીપ મીટમાં રજુ થયેલા રીપોર્ટમા જણાવાયું છે. કે ભારતમાં ઉષ્ણતાપમાન ઉચું જવાને કારણે માનવજીવન ટકાવી રાખવાની જે શકયતાઓ છે તેને અસર પડશે ઓગષ્ટ ર૦ર૧માં પણ આ પ્રકારે એક રીપોર્ટ આપવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.