રાજકોટમાં હરિદ્વાર યાત્રાના નામે ૩પ વ્યક્તિઓ સાથે ઠગાઈઃ ગુનો નોંધાયો
રાજકોટ, શહેરના જ્ઞાનજીવન સોાસયટીમાં રહેતા દંપત્તિ સહિત ૩પ લોકો સાથે હરિદ્વાર યાત્રાના નામે શખ્સે ૧.૦૮ લાખની છેતરપીંડી આચર્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાવા પામી છે. હરિદ્વાર યાત્રાએ લઈ જવાનુ ંકહીને વ્યક્તિ દીઠ રૂા.૩૧૦૦ ઉઘરાવીને શખ્સ રફ્ચક્કર થઈ ગયો હતો. આ અગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા અનુસાર જ્ઞાનજીવન સોસાયટી મેઈન રોડ પર રહેતા અને પાન-મસાલાની ફેરી કરતા શૈલેષભાઈ મોહનભાઈ પૂજારા ઉ.વ.પર) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકેેેે મૂળ અમરેલીના અને હાલ ૧પ૦ ફૂટ રીંગ રોડ પર રંગોલી પાર્ક આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા ઉમેશ માવજીભાઈ શેખાવતનૃ નામ આપ્યુ છે.
ફરીયાદમાં જણાવાયા અનુસાર આજથી સાતેક મહિના અગાઉ તેમને તથા તેમની પત્નીને હરિદ્વારા યાત્રાએ જવુ હોઈ જેથી તેના ભાઈના સાળા ભરતભાઈ વસાણી મારફતે હરિદ્વારા જવા માટે સ્પેશ્યલ ટૂર કરવા આરોપી ઉમેશ શેખાવતનો સંપર્ક કરાવતા તેઓ તેના ઘરે ગયા હતા ત્યારે તેના પાડોશીને પણ હરિદ્વાર આવવુ હોય જેથી ફરીયાદી દંપત્તિ અને પાડોશી દંપત્તિએ હરિદ્વાર જવા માટેેે ચાર ટીકીટ બુક કરાવી હતી. આરોપીએ એક વ્યક્તિના ૩૧૦૦ રૂપિયા લેખે નક્કી કર્યા હતા.
બાદમાં તેમના અન્ય પાડોશીનુૃ નામ પણ લખાવતા કુલ ૧ર વ્યક્તિના ૩૭,ર૦૦ આરોપીને આપ્યા હતા. અને આરોપીએ તેમની પહોંચ પણ આપી હતી. જેમાં શ્રીમદ્દ ભાગવત કથા સ્થળ પ્રેમનગર આશ્રમ હરિદ્વાર લખેલુ હતુ. બાદમાં થોડા દિવસ બાદ આરોપી તેના ઘરે આવેલો અને યાત્રામાં હજી કોઈને જાેડાવુ હોય તો જગ્યા ખાલી છે એમ કહીને બીજા નામો પણ ઉમેરાવ્યા હતા. આમ બધા મળીને કુલ ૩પ વ્યક્તિઓ સાથે છેેતરપીંડી આચરી હતી.