લગ્નના નામે મહિલાએ બે કરોડ રૂપિયા એઠ્યા

નવી દિલ્હી, જ્યારે બે લોકો એકબીજાના પ્રેમમાં પડે છે, ત્યારે તેઓ તેને લગ્નના અંત સુધી લઈ જવા અને જીવનભર સાથે રહેવા માંગે છે. પરંતુ એવું જરૂરી નથી કે પ્રેમમાં દરેક વખતે બંને તરફથી ઈમાનદારી જળવાઈ રહે. ઘણી વખત લોકો પોતાના સ્વાર્થમાં પ્રેમનો ભ્રમ અને દેખાડો કરે છે અને પ્રેમમાં આંધળો વ્યક્તિ સરળતાથી તે જાળમાં ફસાઈ જાય છે.
પરંતુ કેટલાક લોકો એ પણ જાણે છે કે તેમની સાથે થયેલા વિશ્વાસઘાતનો યોગ્ય જવાબ કેવી રીતે આપવો. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ લગ્ન અને સગાઈ માટે કરોડોનું ષડયંત્ર રચ્યું હતું. મહિલાએ પ્રેમી સાથેની સગાઈ તોડી નાખી હતી જેણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપતા જ ૨ કરોડ આપ્યા હતા. ત્યારબાદ પૈસા પરત કરવાની પણ ના પાડી દીધી હતી.
અંતે જ્યારે છેતરપિંડીનો ભોગ બનેલો પ્રેમી કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેની ખોટનું થોડું વળતર જ શક્ય હતું. મામલો ચીનના શાંઘાઈનો છે. જ્યાં મહિલાએ ૨ કરોડ મળતા જ સગાઈ તોડી નાખી હતી. ચીનના શાંઘાઈમાં લિયુ નામની મહિલાએ ઝાંગ નામના યુવક સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ મહિલાએ લગ્ન પહેલા સગાઈ તોડી નાખી હતી. જે બાદ યુવકે કોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો.
ઝાંગે લગ્ન કરવાની ના પાડી. સવાલ એ છે કે જ્યારે ઝાંગ લગ્ન કરવા માંગતો ન હતો તો પછી તે મહિલા વિરુદ્ધ કોર્ટમાં કેમ ગયો? તો ચાલો તમને વિગતવાર જણાવીએ કે આખરે આ પ્રેમ, સગાઈ અને કોર્ટનો મામલો શું છે? વાસ્તવમાં, બંને વચ્ચેના સંબંધોની શરૂઆત ૨૦૧૫ માં થઈ હતી, ત્યારબાદ બંનેએ લગ્ન પહેલા પ્રી-મેરિટલ પ્રોપર્ટી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.
જે મુજબ લિયુ સાથે લગ્ન કરનાર વ્યક્તિએ તેની પુત્રીના ભણતરનો ખર્ચ ઉઠાવવો પડ્યો હતો. બસ આના આધારે જ લિયુએ ઝાંગને ઝાંસામાં પાડી હતી.
કરાર મુજબ ઝાંગે લિયુની પુત્રીના બે વર્ષ સુધી શિક્ષણ માટે ૧૦ લાખ યુઆન ચૂકવવાના હતા. જાેકે, લગ્ન પહેલા ઝાંગે લિયુની પુત્રીના શિક્ષણ માટે ?૧.૯૪ કરોડ આપ્યા હતા. જે બાદ ૨૦૧૮માં લિયુએ એમ કહીને ના પાડી દીધી કે તેના પિતા લગ્ન માટે રાજી નથી.
આવી સ્થિતિમાં ઝાંગે જ્યારે તેના પૈસા પાછા માંગ્યા તો મહિલાએ ના પાડી દીધી. જેથી યુવકે કોર્ટમાં જવું પડ્યું હતું. જાે કે આ પછી ગભરાઈને મહિલાએ લગ્ન માટે હા પાડી દીધી હતી. પરંતુ હવે યુવકે ઠગ મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તે ફક્ત તેના પૈસા પાછા માંગતો હતો. પરંતુ તેણે માત્ર ?૧ કરોડના લેખિત પુરાવા રાખ્યા હતા, તેથી કોર્ટના આદેશ બાદ તેમને માત્ર ૧ કરોડ પાછા મળ્યા.SS1MS