વૃધ્ધાના ઘરેણાં પેન્શન સહાયના નામે લઈ મહિલા છૂમંતર
જામનગર, અહીં ચાંદી બજાર વિસ્તારમાં રહેતા રમાબેન રમેશચંદ્ર મહેતા નામની વૃધ્ધાનેેે પેન્શન સહાય અપાવી દેવાના રૂા.૪.ર૦ લાખના દાગીના લઈને મહિલા પલાયન થઈ ગઈ હતી.
આ વૃધ્ધ મહિલા કે જેઓ પોતાના ઘરે એકલા હતા તે દરમ્યાન એક અજાણી સ્ત્રી આવી હતી અને સરકાર દ્વરા વૃધ્ધ માણસોનેે રૂા.રપ હજારની સહાય આપવામાં આવે છે .જે સહાય મેળવવા મારી સાથેે લાલ બંગલા વિસ્તારમાં ચાલો તેમ કહી અજાણી સ્ત્રી વૃધ્ધા રમાબેનનેે વિશ્વાસમાં લીધા હતા.
અને પોતાની સાથેેે લાલ બંગલા વિસ્તાર તરફ લઈ ગઈ હતી. દરમ્યાનમાં અજાણી સ્ત્રીએે વેૃધ્ધ મહિલા રમાબેનને હાથમાં અને કાનમાં પહેરેલા દાગીના કે જેે ઓફિસમાં પહેરી જવાની ના પાડી છે. અને પોતે લોકરમાં મુકી દેશે એમ કહીન દાગીના ઉતરાવી લીધા હતા.
જેમાં સોનાની ચાર બંગડી, સોનાનો હાર, સોનાનો ચેન, સોનાના પાટલી અને એક સોનાની વીંટી સહિત કુલ રૂા.ચાર લાખ વીસ હજારની કિંમતના દાગીના ઉતરાવી લઈ તેની રિસીપ આપી દશે એવું કહ્યુ હતુ. ત્યારબાદ આ અજાણી સ્ત્રી એકાએક લાપતા થઈ ગઈ હતી.
પાચ દિવસ સુધી કોઈપણ પ્રકારની રસીદ દેવા માટે નહીં આવતા વૃધ્ધ મહિલાની ભાણેજેે નૂતનબેન નવીનચંદ્ર મહેતા દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારના સીસી ટીવી ફૂટેજની મદદથી કફુચક્કર થઈ જનાર મહિલાની શોધખોળ હાથ ધરી છે.