બંધ વીમા પાલીસી ચાલુ કરાવવાના નામે યુવતીએ ૬૪ હજાર ખંખેરી લીધા
સુરત, સુરતમાંથી નકલી કંપની દ્વારા ફરી એકવાર એક વેપારી સાથે છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. એક યુવતીએ ખુદને વીમા પાલીસી કંપનીની કર્મચારી હોવાની ઓળખ આપીને એક વેપારી પાસેથી ૬૪ હજાર ખંખેરી લીધા હતા, ખરેખરમાં, નકલી વીમા કંપનીએ વેપારીને તેમની જુની બંધ પડેલી પોલીસીને ફરી ચાલુ કરવા માટે લાલચ આપી હતી, જે પછી વેપારી પાસે ઠગાઇ થઇ હતી. આ ઘટના સુરત શહેરના સારોલી માડલ ટાઉન રેસિડેન્સીમાં ઘટી છે.
સુરતમાં દિવસ દિવસે નકલીનો ધંધો ધોમધખી રહ્યો છે, હવે વધુ એક નકલી વીમા કંપની સામે ફરિયાદ નોંધાઇ છે. ખરેખરમાં વાત એમ છે કે, શહેરના સારોલી વિસ્તારમાં રહેતા એક કાપડના વેપારી સાથે છેતરપિંડી થઇ છે. સુરતના સારોલીના માડલ ટાઉન રેસિડેન્સીમાં રહેતા કાપડ દલાલ નિરંજન શર્મા સાથે ૬૪ હજારની છેતરપિંડી થયાની ઘટના ઘટી છે.
કાપડ વેપારી નિરંજન શર્માને ૧લી ડિસેમ્બરે એક છોકરીને ફોન આવ્યો હતો, તે છોકરીએ પોતાની ઓળખ એક્સાઇડ લાઇફ ઇન્શ્યારન્સ લિમીટેડ કંપનીમાંથી કર્મચારી નેહાબેન હોવાની આપી હતી. નેહાબેન નામની નકલી યુવતીએ ૫૩ વર્ષીય કાપડ વેપારી નિરંજન શર્માને તેમની બંધ પડેલી પોલીસેને પુનઃ ચાલુ કરવા માટે સમજાવ્યા હતા, નેહા બેને નિરંજન શર્માને ૩૦ હજારમાં ૮૦ હજારની લાલચ આપી હતી, અને બાદમાં તેમની પાસેથી બંધ પાલીસી ચાલુ કરવાના નામે ૬૪ હજાર ખંખેરી લીધા હતા.
ખાસ વાત છે કે, નકલી કંપની દ્વારા ફ્રાડ કરવામાં આવ્યું તે પહેલા યુવતીએ પોતાને એક્સાઇડ લાઇફ ઇન્શ્યારન્સ લિમીટેડ કંપનીની કર્મચારી નેહાબેન બતાવી હતી, સાથે સાથે તેમના સીનિયર ઓફિસર તરીકે રાહુલ અગ્રવાલ અને મેનેજર તરીકે માહી સિંગની પણ ઓળખ આપી હતી. છેતરપિંડીની ઘટના બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.SS1MS