Western Times News

Gujarati News

ચાલુ પાર્ટીમાં સિંદૂર લઈ આવી ભરી દીધી પત્ની પ્રિયંકાની માંગ

મુંબઈ, પ્રિયંકા ચોપરા પોતાના પતિ અને અમેરિકન સિંગર નિક જાેનસ વિશે વાત કરવાની એકપણ તક જતી નથી કરતી. નિક વિવિધ રીતે પ્રિયંકાને ખાસ હોવાનો અહેસાસ કરાવતો રહે છે અને પ્રિયંકા આ અંગે જણાવતી રહે છે. પ્રિયંકા અને નિક વચ્ચેનું બોન્ડિંગ ઉડીને આંખે વળગે તેવું છે.

તેઓ અવારનવાર કપલ ગોલ્સ આપતા રહે છે. કપલનું સોશિયલ મીડિયા અકાઉન્ટ એકબીજા સાથેની સુંદર તસવીરોથી ભરેલું છે. હાલમાં જ પ્રિયંકાએ નિક અંગેની મજેદાર વાત જણાવી છે. જે પરથી અંદાજાે લગાવી શકો છે નિક હિન્દી ફિલ્મો અને ભારતીય સંસ્કૃતિથી કેટલો અંજાયેલો છે.

એક ફેશન મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો છે કે, કઈ રીતે નિકના તેના જીવનમાં આવવાથી તે શાંત થઈ છે. નિકે તેની જીવન જીવવાની રીતે હકારાત્મક રીતે બદલી છે. આ વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું, મારા પતિ અદ્ભૂત છે. તે જ્યારે આસપાસ હોય ત્યારે લાગે છે કે બધું જ બરાબર થઈ જશે. તેણે મને શાંતિથી બધી જ વસ્તુઓને સંભાળવાનું શીખવ્યું છે.

પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, તેણે અને નિકે મેચિંગ ટેટૂ કરાવ્યા છે. આ પાછળનો અર્થ સમજાવતા એક્ટ્રેસે કહ્યું, મારા કાનની પાછળ ચેક અને બોક્સ છે.

મારા પતિએ આવું જ ટેટૂ તેના હાથમાં કરાવ્યું છે. તેણે મને પ્રપોઝ કરી ત્યારે મેં તેને પૂછ્યું હતું કે, શું મેં બધા જ બોક્સ ટીક કર્યા છે અને શું વધુ એક કરીશ? પ્રિયંકાએ એક જૂની તસવીર બતાવી છે જેમાં તે પતિ સાથે હળવા અંદાજમાં દેખાઈ રહી છે. આ તસવીરમાં નિક જાેનસ પ્રિયંકાની માંગમાં સિંદૂર ભરતો દેખાઈ રહ્યો છે. ૨૦૨૦માં ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં પ્રિયંકા પતિ સાથે સામેલ થઈ હતી.

પાર્ટી દરમિયાન નિક રંગથી પ્રિયંકાની માંગ ભરે છે. એક્ટ્રેસે કહ્યું, આ ૨૦૨૦ની હોળીની તસવીર છે. આ એક હિન્દી ફિલ્મ જેવો સીન હતો. નિક મારી પાસે એક ચપટી સિંદૂર લઈને આવે છે અને મારી માંગમાં ભરે છે અને જિંદગીભર મારો સાથ નિભાવવાનો દાવો કરે છે.

નિક અને પ્રિયંકાએ ડિસેમ્બર ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. જાન્યુઆરી ૨૦૨૨માં નિક-પ્રિયંકા દીકરી માલતી મેરી ચોપરા જાેનસના માતાપિતા બન્યા હતા.

સરોગસી દ્વારા માલતી મેરીનો જન્મ થયો હતો. પ્રિયંકાએ ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેની દીકરીનો જન્મ છઠ્ઠા મહિને જ થઈ ગયો હતો. માલતી મેરી ૧૦૦ દિવસ NICUમાં રહ્યા બાદ પોતાના ઘરે ગઈ હતી. આ વર્ષે નિક-પ્રિયંકાએ દીકરીનો પહેલો બર્થ ડે ઉજવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.