ઈન્દિરા ગાંધી અને વાજપેયીએ અમેરિકાને પાઠ ભણાવ્યો હતો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/USAirforce-1024x576.jpg)
ભુતકાળમાં ભારતની ડિપ્લોમસીએ અમેરિકાને પણ બોધપાઠ શીખડાવ્યો હતો
1998 માં પોખરણમાં કરેલા અણુ ધડાકાથી ભારત દુનિયામાં છઠ્ઠુ અણુ શાસ્ત્ર બની ગયું તે સમયે પણ તત્કાલીન વડાપ્રધાન વાજપેયીને ચેતવણી આપવામાં આવી હતી કે આ અણુ ધડાકાથી અમેરિકા ધુંધવાશે. ભારત ઉપર પ્રતિબંધ લાદશે અને આપણા માટે આર્થિક મુશ્કેલીઓ સર્જાશે પણ વાજપેયીએ એ તમામને અવગણીને ભારતની શક્તિ દુનિયાને બતાવી. થોડો સમય ધુંધવાયા બાદ અમેરિકાએ તે પ્રતિબંધ પાછા ખેંચવા પડયા.
હાથકડી અને પગમાં બેડી સાથેના ભારતીયોની તસ્વીરો જોઈને જ દેશદાઝ ધરાવતા લોકોના મનમાં આક્રોશ સર્જાયો હશે પણ સંસદમાં વિદેશ મંત્રીએ તેના પર ઠંડુ પાણી રેડી દીધુ અને કહ્યું કે આ અમેરિકાનો કાનુન છે, માની લઈએ ગેરકાનુની વસાહતીઓને પરત મોકલે તો કોઈ પ્રશ્ર નથી પણ અમેરિકાએ સમજવું જોઈએ કે તે કોની સાથે આ પ્રકારના વ્યવહાર કરી રહ્યું છે,
વાસ્તવમાં ગેરકાનુનીઓને પરત લાવવા માટે વધુ સારો માર્ગ અપનાવી શકાયો હોત, આ તસ્વીરોએ દુનિયાભરમાં ભારતને મેકસીકો અને ગ્વાટીમાલાની કક્ષામાં મૂકી દીધુ છે
૧૯૭૧ના યુધ્ધમાં હેનરી કિસીન્જર જેવા દુનિયાના શ્રેષ્ઠ ડિપ્લોમેટને પણ પાણી પીવડાવવામાં ઈન્દિરા ગાંધીની દુનિયાએ પ્રશંસા કરી હતી જયારે અમેરિકાના છઠ્ઠા નૌકા કાફલાને આંતરરાષ્ટ્રીય જળ સીમા સુધી જ આવવા દીધુ હતું અને અમેરિકાની ચડામણી છતાં
બીજા વિશ્વ યુધ્ધ બાદ જયારે શીત યુધ્ધનો પ્રારંભ થયો તો તેને વિશ્વમાં ડિપ્લોમસીના એક સુવર્ણ યુગ તરીકે પણ ઓળખી શકાય કે જયારે એક પણ યુધ્ધ વગર પણ દુનિયાના દેશો એક બીજા પર સરસાઈ સ્થાપવા માટે ડિપ્લોમસી ચેનલનો બહેતરીન ઉપયોગ કરતા હતા
તે સમયે જો કોઈને યાદ રાખવા હોય તો અમેરિકાના તત્કાલીન વિદેશ મંત્રી હેનરી કિસીન્જર કે જેને આધુનિક ડિપ્લોમસીના ગોડફાધર કહીએ તો કદાચ ઓછું ગણાય પણ આ જ હેનરી કિસીન્જર કોઈ એક વ્યક્તિ સામે તેની ડિપ્લોમસીની હાર માની હોય તો તે ભારતના તે સમયના વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી હતા.
તો ભારતીય ડિપ્લોમસીનો આવો જ એક બીજો સુવર્ણ કાળ અટલ બિહારી વાજપેયીના સમયમાં જોવા મળ્યો કે જયારે ભારતે ૧૧ અને ૧૩ મે, ૧૯૯૮ના રોજ જે બે અણુ વિસ્ફોટક કર્યા અને ભારતને સત્તાવાર રીતે અણુરાષ્ટ્ર તરીકે ઘોષિત કરાયું તે સમયે અમેરિકા સમસમી બેસી એટલે રહ્યું કે ભારતના આ બે અણુ વિસ્ફોટકની એક નાનકડી ચમક પણ અમેરિકી જાસુસી એજન્સીઓ અને તેના ઉપગ્રહ જે દુનિયાભરની રડારની જેમ નજર રાખતા હતા
તેઓને પણ આ વાજપેયીના સમયમાં ઓપરેશન ‘શક્તિ’ અંગે ખ્યાલ ન આવ્ય્ અને જયારે ભારતે બે અણુ વિસ્ફોટકની જાહેરાત કરી તો અમેરિકાએ ભારત પર આર્થિક પ્રતિબંધ લાદી દીધા અને તેમ છતાં પણ વાજપેયી સરકાર ટટ્ટાર ઉભી રહી, આજે જયારે ભારતના નાગરિકોને પ૪-પ૪ કલાક સુધી હાથકડી અને બેડી સાથે ઝકડીને વોશરૂમ કે ભોજન સમયે પણ તે જ અવસ્થામાં રાખીને સુવિધા વગરના લશ્કરી પ્લેનમાં ભારતમાં જાણે કોઈ કચરો ડમ્પ કરતા હોય તેમ મોકલીને
જે રીતે ટ્રમ્પ સરકારે ભારતને મેક્સિકો અને કોલંબિયા કરતા પણ વધુ માનહાનીના દરજજે મુકયુ તેનાથી હવે દેશમાં એક જ સંદેશ જવો જોઈએ કે ભારતે હવે દુનિયાના કોઈપણ દેશ સામે છાતી કાઢીને ઉભા રહેવાની જરૂર છે, ફકત છાપી માપીને તેની સાઈઝનો પ્રચાર કરવાની જરૂર નથી.
૧૯૭૧નું બાંગ્લાદેશનું સર્જન અને પાકિસ્તાન સાથેનું યુધ્ધ એ કોઈ વન-ડે વન્ડર જેવી સર્જીકલ સ્ટ્રાઈક ન હતી પણ પુરા એક વર્ષની તૈયારી બાદ ઈન્દિરા ગાંધીએ કાયમ માટે પાકિસ્તાનના બે કટકા કરી નાખ્યા તે સમયે અમેરિકા, ચીન અને પાકિસ્તાનની ધરી હતી તો રશિયા ભારતનું ટેસ્ટેટ ફ્રેન્ડ તરીકે તે સમયથી અને આજ સુધી સાથે રહ્યું છે.
ભારતને રોકવા માટે અમેરિકાએ તેનો શક્તિશાળી છઠ્ઠો નૌકા કાફલો બંગાળના ઉપસાગર ભણી રવાના કર્યો તેનો ઈરાદો એવો હતો કે ઈન્દિરા ગાંધી ડરી જશે અને પૂર્વ કે પશ્ચિમ પાકિસ્તાનમાં આગળ વધશે નહી પણ તે સમયે ઈન્દિરાએ અગાઉથી રશિયા સાથે ભારતના કરારની તાકાત દેખાડી અને અમેરિકન કાફલો આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં લાંગરે કે તેની સાથે જ બંગાળના ઉપસાગરમાં રશિયન સબમરીનો દરિયાની સીપાટી પર આવી ગઈ અને અમેરિકા સ્તબ્ધ બની ગયું.
હેનરી કિસીન્જરે તે સમયે ઈન્દિરા ગાંધી માટે ગાળો જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો તે ઈતિહાસમાં નોંધાયેલું છે અને બાદમાં ખુદ કિસીન્જરે ઈન્દિરાની માફી માંગવી પડી હતી. આજે એ દિવસો ભારતની ડિપ્લોમસીના યાદ આવે છે.
વાજપેયીએ પણ બે-બે અણુ ધડાકા કર્યા અને અમેરિકા સમસમીને બેસી રહ્યું. અદભુત ડિપ્લોમસી અને જાસુસી બંનેનો સમન્વય કર્યો તથા અમેરિકાના ઉપગ્રહની આંખોને પણ જરાપણ ખ્યાલ ન આવે તે રીતે પોખરણમાં કરેલા અણુ ધડાકાથી ભારત દુનિયામાં છઠ્ઠુ અણુ શાસ્ત્ર બની ગયું તે સમયે પણ વાજપેયીને ચેતવણી આપવામાં આવી હતી કે આ અણુ ધડાકાથી અમેરિકા ધુંધવાશે. ભારત ઉપર પ્રતિબંધ લાદશે અને આપણા માટે આર્થિક મુશ્કેલીઓ સર્જાશે પણ વાજપેયીએ એ તમામને અવગણીને ભારતની શક્તિ દુનિયાને બતાવી. થોડો સમય ધુંધવાયા બાદ અમેરિકાએ તે પ્રતિબંધ પાછા ખેંચવા પડયા.
આજે જયારે ભારતના નાગરિકોને ડિપ્લોમસીની જરૂર સૌથી વધુ હતી તે સમયે વિદેશમંત્રીએ સંસદમાં હાથ ઉંચા કરી દીધા અને ડિપોર્ટી સાથે અમેરિકા આવો જ વ્યવહાર કરે છે પરંતુ હજુ થોડા દિવસો પહેલા કોલંબિયા અને મેકસીઓ ેઅમેરિકાના લશ્કરી વિમાનોને તેની ધરતી પર લેન્ડ કરવાની મંજૂરી ન આપી અને તેના ગેરકાનુની વસાહતીઓને પરત લેવા પોતાની ફલાઈટ મોકલી અમેરિકામાં ઘુસેલા ગેરકાનુની ભારતીયોને પરત મોકલાઈ તેની સામે કોઈ પ્રશ્ર જ નથી.
જોકે એ દલીલ પણ છે કે થોડા હજાર ભારતીયો કદાચ ગેરકાનુની રીતે અમેરિકામાં ઘુસી ગયા હોય અને વસી ગયા હોય તો લાખો ભારતીયોએ અમેરિકાને મહાન બનાવવામાં મોટી ભુમિકા ભજવી છે. ખુદ ટ્રમ્પ તંત્રમાં પણ ભારતીયોનો દબદબો છે અને ટ્રમ્પને ર૦ર૦માં ચૂટાવવું હતું ત્યારે હાવડી મોદી કાર્યક્રમ યોજવો પડયો હતો.
જે દર્શાવે છે કે ભારતીયોની તાકાત ઓછી આંકવી તે અમેરિકા માટે મોટી ભુલ છે એ અલગ બાબત છે કે ભારતીય ટેલેન્ડ ભારતમાં શા માટે તેની ક્ષમતા બતાવતી નથી પણ અમેરિકામાં આજે પણ જો ભારતીયોને બાદ કરો તો કદાચ તેના ક્ષેત્રમાં ટેલેન્ટની ખામી દેખાવા લાગશે. એ પણ વાસ્તવિકતા છે કે ભારતને પણ અમેરિકાની જરૂર છે પણ મિત્રતા હંમેશા સમાનતાના પ્લેટફોર્મ ઉપર ઉભી રહે તો તે સમય સાથે ટકી રહેઅને કદાચ ટ્રમ્પને થોડા સમયમાં જ સમજાય જશે.
રહી વાત ડિપ્લોમસીની તો કદાચ ભારત માટે હવે તેની ડિપ્લોમસી કેડર અંગે ફરી એક વખત વિચારવાની જરૂર છે. ખાસ કરીને મોદી સરકારની ડિપ્લોમસી પૂરેપુરી આઈએફએસ કેડર ઉપર આઉટસોર્સ થઈ ગઈ છે. વિદેશ મંત્રી તે જ કેડરમાં આવે છે એક સમય હતો કે આજે સૌથી વધુ ગાળો દેવામાં આપણા શાસકો પાછી પાની કરતા નથી તે નહેરૂ અને ઈÂન્દરાના સમયમાં ડિપ્લોમસીની જે હરોળ હતી તેના નામ યાદ કરો તો દુનિયાના શ્રેષ્ઠ ડિપ્લોમેટમાં તેનું સ્થાન આવે અને તેઓએ એ શીત યુધ્ધના સમયમાં ભારતને તટસ્ટ રાખીને પણ એક રાષ્ટ્ર તરીકેનું ગૌરવ જાળવી રાખ્યું હતું. તેવા અનેક પ્રસંગો છે.
રશિયાએ ૧૯૭૧માં જ અમેરિકાની ચડામણી છતાં પણ ચીનને ભારત ઉપર આક્રમણ કરતા અટકાવી દીધું તે પણ ઈતિહાસમાં નોંધાયેલું છે અને ભારતના ડિપ્લોમેટ દેવયાની ખોબરગડેને અમેરિકી પોલીસે હાથકડી પહેરાવી તો તે બદલ અમેરિકાના વિદેશ મંત્રીએ માફી માંગવી પડી હતી.