વરસાદમાં જલેબી ફાફડા ઝાપટવા બેસી ગયા હતા ધોની અને ખેલાડીઓ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/05/Dhoni-1024x768.webp)
અમદાવાદ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ઇનિંગ હજુ શરૂ જ થઈ હતી અને ૩ જ બોલ ફેંકાયા હતા ત્યાં વરસાદ શરૂ થઈ ગયો હતો.
ધોધમાર વરસાદનાં કારણે ગ્રાઉન્ડ સ્ટાફ ત્વરિત ઝડપે કામે લાગી ગયો હતો. વરસાદના કારણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવાર, ૨૮ મેના રોજ રમાનારી મેચ મોકૂફ રાખવી પડી હતી. હવે સોમવારે રિઝર્વ ડે પર રમાઈ રહેલી મેચમાં ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો.
ઓપનર ગાયકવાડ પહેલી જ ઓવરમાં પોતાના આગવા ટચમાં આવી ગયો હતો. પણ એક ચોગગો માર્યા બાદ વરસાદનાં કારણે તેને પરત ફરવું પડ્યું હતું. અગાઉ પણ અમદાવાદના મેદાનનો જ એક વિડીયો હાલ ફેન્સ વાયરલ કરી રહ્યા છે જેમાં ધોની સહિતના ખેલાડીઓ વરસાદમાં જલેબી ફાફડા ઝાપટવાનો આણંદ માણી રહ્યા છે.
https://www.instagram.com/reel/Cqa9xmvrOj8/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
એક વખત આ વિડીયો ચેન્નાઈ સુપર કિંગ્સે જ શેર કર્યો હતો. જેમાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ ક્ષણનું સાક્ષી બન્યું હતું. અંદાજે બે મહિના પહેલા ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સથી જ IPLની પહેલી મેચ રમાઈ હતી અને શરૂઆત થઈ હતી. અગાઉ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ પડતાં ખેલાડીઓએ ગુજરાતની ઓળખ સમાં જલેબી ફાફડાની લિજ્જત માની હતી. આજે ફાઇનલમાં સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી હતી.
આજે આ શાનદાર ખેલાડી સદી ફટકારવાનો હકદાર હતો પરંતુ ૯૬ રનમાં તેની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે ૪૭ બોલમાં ૮ ફોર અને ૬ સિક્સર ફટકારીને આ યાદગાર ઇનિંગ રમી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૬મી સિઝનની ફાઈનલમાં ગુજરાતના બેટ્સમેનોએ પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.
સાઈ સુદર્શને ૪૭ બોલમાં ૯૬ રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે રિદ્ધિમાન સાહાએ પણ શાનદાર ૫૪ રન બનાવ્યા હતા. આ બે ઇનિંગ્સના કારણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતે ૪ વિકેટે ૨૧૪ રન બનાવ્યા, જે IPL ફાઇનલના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો.SS1MS