શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તળાવોમાં પાણી સુકાઈ જતા પશુપાલકોની હાલત કફોડી
શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલા ગ્રામીણ વિસ્તારોના કેટલાક તળાવો ઉનાળા પહેલા જ ખાલીખમ ભાસી રહ્યા છે.જેના કારણે આસપાસના પાણીના જળસ્ત્રોતો પણ પાણીનું સ્તર ઘટી ગયું છે,આ તળાવોમા પાણી ઘટી જવાને કારણે ખાસ કરીને પશુપંખીઓને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પાણી શોધવા માટે આમતેમ ભટકવુ પડે છે. જ્યા પાણીની વ્યવસ્થા નથી ત્યા ખેડુતો પણ ઉનાળામા ખેતીકામ કરવાનુ ટાળી રહ્યા છે.પંચમહાલ જીલ્લામા હવે શિયાળાની ઋતું ધીમેધીમે વિદાય લઈ રહી છે.અને ઉનાળાની શરુઆત ધીમેઘીમે થઈ રહી છે.સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થાય છે.
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમા આવેલા કેટલાક તળાવો સુકાઈ જવાથી ખાલીખમ ભાસી રહ્યા છે.તળાવો સુકાઈ જવાને કારણે પોતાની તરસ છીંપાવા માટે મુંગાપશુપંખીઓને પણ આમતેમ ભટકવાનો વારો આવી રહ્યો છે. તાલુકા ગ્રામીણ વિસ્તારોમાં ઘણા એવા તળાવો આવેલા છે.ખાસ કરીને મોટા તળાવોમાં પાણી વધારે હોવાથી ત્યા કોઈ સમસ્યા ઉદભવે તેમ નથી.બીજીબાજુ વરસાદ ઓછો પડવાથી પણ આ પરિસ્થીતી ઉદભવી છે તેમ કહી શકાય.તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ સારો પડવાને કારણે તળાવો ફુલ ભરેલા જાેવા મળી રહ્યા છે,તો અમુક વિસ્તારોમા વરસાદ ઓછી માત્રામા પડ્યો હોવાને કારણે એ વિસ્તારમા આવેલા તળાવો ખાલીખમ ભાસી રહ્યા છે.