અરવલ્લી જિલ્લા સહકારી સંઘની બીજી ટર્મની ચુંટણીમાં પણ અધ્યક્ષ-ઉપાધ્યક્ષ પુનઃ ચૂંટાઈ આવ્યા

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની બીજા ટર્મ ચૂંટણી-૨૦૨૩ આજરોજ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર શ્રી અમિતકુમાર પરમારની ઉપસ્થિતિમાં મોડાસા રેસ્ટ હાઉસ ખાતે યોજાઈ હતી. જેમાં સંઘના અધ્યક્ષ તરીકે પ્રભુદાસભાઈ પી.પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે ભીખાજી ડી.ડામોર બીજી ટર્મ માટે પણ પુનઃ બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે.
બન્ને હોદ્દેદારોની ચૂંટણી બેઠકમાં જિલ્લા સહંકારી સંઘના ડિરેકટર અને જિલ્લા સંગઠનના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ,માનદમંત્રી જગદીશભાઈ એસ.પટેલ, શામળભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ભાટી, પંકજભાઈ એન.પટેલ, બાબુભાઇ એમ.પટેલ, હસમુખભાઈ પટેલ,ગુલાબચંદ પટેલ અને વિનોદભાઈ કે. શાહ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટાયેલા બન્ને હોદ્દેદારોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.