રાજ્યમાં પ્રથમ સત્રમાં ૧૦૪ અને બીજા સત્રમાં ૧૩૭ એમ કુલ ૨૪૧ દિવસનું શૈક્ષણિક વર્ષ રહેશે
અમદાવાદ, શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાળાકીય પ્રવૃતિનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ૧૪ માર્ચ ૨૦૨૩ થી શરૂ થશે ઇવે ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ પૂર્ણ થશે, જ્યારે ધોરણ ૯ અને ૧૧ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ ૧૦ એપ્રિલ ૨૦૨૩ થી ૨૧ એપ્રિલ ૨૦૨૩ સુધી યોજાશે.
રાજ્ય સરકારે ધોરણ ૯ થી ૧૨ના વર્ગો શરૂ કર્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં પ્રથમ સત્રમાં ૧૦૪ અને બીજા સત્રમાં ૧૩૭ એમ કુલ ૨૪૧ દિવસનું શૈક્ષણિક વર્ષ રહેશે.
શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨ – ૨૩ માટે શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર જાહેર કરાયું છે, ત્યારે ધોરણ ૯ થી ૧૨ની દ્વિતીય પરીક્ષા ૨૭ જાન્યુઆરી ૨૦૨૩ થી ૪ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં યોજાશે. વર્ષ ૨૦૧૯ – ૨૦ માં અમલી કરાયેલી પદ્ધતિ મુજબ પરીક્ષા લેવાશે.
પ્રથમ સત્રમાં ૧૦૪ અને બીજા સત્રમાં ૧૩૭ એમ કુલ ૨૪૧ દિવસનું શૈક્ષણિક વર્ષ રહેશે. વર્ષ ૨૦૨૩ – ૨૪ નું નવું શૈક્ષણિક વર્ષ ૫ જૂન ૨૦૨૩ થી શરૂ કરાશે. ૨૦ ઓકટોબરથી ૯ નવેમ્બર સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે. ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન ૧ મે ૨૦૨૩ થી ૪ જૂન ૨૦૨૩ સુધી રહેશે.HS1MS