ભારતને ખરીદેલા યુદ્ધ જહાજમાં તમામ પાટ્ર્સ રશિયાના અને એન્જિન યુક્રેનનું
નવી દિલ્હી, રશિયા યુક્રેન વચ્ચે વર્ષાેથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બંને દેશો જુદા જુદા રહેવા છતાં એક કાર્ય માટે સાથે રહ્યા છે. ભારતે રશિયા પાસેથી બે ળીગેટ ખરીદવાનો નિર્ણય કર્યાે છે. તેથી બીજી બે ફ્રિગેટ પછીથી ભારતમાં બનાવવામાં આવશે. જે ગોવા શિપ યાર્ડમાં નિર્માણ કરાશે.
ફ્રીગેટ સોદામાં રસપ્રદ વાત તે છે કે ફ્રીગેટનું સમગ્ર માળખું રશિયામાં બન્યું છે. પરંતુ તેનું એન્જિન ગેસ ટર્બાઈન યુક્રેનમાં બનેલું છે. ભારતને તે બંને દેશો સાથે સારા સંબંધો છે. ભારતનાં નૌકાદળમાં મોટા ભાગે ગેસ ટર્બાઈન જહાજો છે. તે યુક્રેનના કંપની ઝોરિયા મેશપ્રોટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યાં છે. ગેસ ટર્બાઈન્સ બનાવવા માટે આ કંપની વિશ્વ વિખ્યાત છે.
ઉલ્લેખનીય છે કે બંને દેશો યુદ્ધ જહાજોનાં નિર્માણમાં સાથે કામ કરે છે. કારણ કે બંનેને તેમાં લાભ છે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઇકાલે તુશિલ નામક ળિગેટ તરતી મૂકી. આ ફ્રિગેટ મલ્ટી રોલ, સ્લીધ ગાઇડેડ મિસાઇલ્સ સજ્જ છે. તુશિલનો અર્થ છે ઢાલ. તેનાં ચિન્હ ઉપર લખેલું છે.
આઈએનએસ તુશીલ એ ક્રિવાક થ્રી વર્ગનું ફ્રિગેટ છે, જે અદ્યતન મિસાઇલોથી સજ્જ છે. ભારતીય નૌકાદળ હાલમાં આવા છ યુદ્ધ જહાજોનું સંચાલન કરે છે. તે બધા રશિયામાં બનાવવામાં આવે છે. રશિયામાં બનાવવામાં આવી રહેલા બે યુદ્ધ જહાજો ઉપરાંત ભારતમાં વધુ બે જહાજ બનાવવામાં આવનાર છે.
આ ગોવા શિપયાર્ડમાં બને તેવી શક્યતા છે.રસપ્રદ વાત એ છે કે આ યુદ્ધ જહાજોમાં ઉપયોગમાં લેવાતા પ્રાથમિક એન્જિન યુક્રેનમાં બનેલા છે. ભારતીય નૌકાદળના કાફલામાં મોટાભાગના જહાજો ગેસ ટર્બાઇન એન્જિનનો ઉપયોગ કરે છે, જે યુક્રેનિયન કંપની ઝોરિયા-માશપ્રોક્ટ દ્વારા બનાવવામાં આવે છે. આ કંપની મરીન ગેસ ટર્બાઈનના ઉત્પાદનમાં વિશ્વની ટોચની કંપનીમાં ગણાય છે.
અત્રે એ નોંધનીય છે કે જ્યારે ભારતે આ યુદ્ધ જહાજનો ઓર્ડર આપ્યો છે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને બંને દેશોએ યુદ્ધની વચ્ચે આ ઓર્ડર આપ્યો છે. પરંતુ તેને પૂર્ણ કરવાનો પડકાર પણ મોટો હતો. ભારતે યુક્રેન પાસેથી આ એન્જિન ખરીદવાના હતા અને તેને યુદ્ધ જહાજ પર સ્થાપિત કરતા પહેલા રશિયાને પહોંચાડવાના હતા. જેના કારણે થોડો વિલંબ થયો છે.SS1MS