સપ્તાહમાં દેશમાં કોરોનાના ૧૮૯૮ કેસે તંત્રની ચિંતા વધારી
નવી દિલ્હી, ભારતમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં કોવિડ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ગયા અઠવાડિયે, દેશભરમાં ૧૮૯૮ નવા કોરોના કેસ નોંધાયા હતા. જાે કે, હવે કેસોની કુલ સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ કોરોનાના કેસોમાં વધારાના આંકડા ચોક્કસપણે ચેતવણીજનક છે. ગયા રવિવારે પૂરા થયેલા સપ્તાહમાં કોરોના કેસમાં ૬૩ ટકાનો વધારો નોંધ્યો હતો.
જ્યારે તે પહેલાના સપ્તાહમાં ૩૯ ટકા અને એ પહેલા ૧૩ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. મોટાભાગના નવા કેસ દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં જાેવા મળી રહ્યા છે. આ વધારો એવા સમયે જાેવા મળી રહ્યો છે જ્યારે દેશમાં તાજેતરના સમયમાં ફ્લૂના કેસો પણ ઝડપથી વધી રહ્યા છે. જાે કે, આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે મૃત્યુ દરમાં કોઈ વધારો થયો નથી. હવે ટેસ્ટીંગ પણ ખૂબ જ ઓછું થઇ રહ્યા છે તેને વધારવાની જરૂર છે. કોરનાના આંકડા અનુસાર, ગયા અઠવાડિયે દેશમાં કોરોના વાયરસના ચેપના ૧૮૯૮ નવા કેસ નોંધાયા છે. તેના પ્રથમ બે સપ્તાહમાં અનુક્રમે ૧૧૬૩ અને ૮૩૯ કેસ નોંધાયા હતા. આ આંકડો અત્યારે બહુ વધારે નથી, પરંતુ જાે આમ જ વધતો રહેશે તો ચિંતાનું કારણ જરૂરથી બની શકે છે. SS2.PG