Western Times News

Gujarati News

વર્ષ ૨૦૨૩માં ઘણી સરકારી યોજનાઓએ મચાવી ધૂમ

નવી દિલ્હી, દેશમાં મોદી સરકારના કામકાજને અનેક દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. આર્થિક દ્રષ્ટિકોણથી સરકારે અનેક સફળતાઓ મેળવી છે. ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે અને પ્રતિ વ્યક્તિ આવકમાં પણ વધારો થયો છે. સરકારે ઔદ્યોગિકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ ઉપર પણ ભાર મૂક્યો છે. જેનાથી રોજગારની તકોમાં વધારો થયો છે.

લોકોને ધ્યાનમાં રાખીને સરકારે અનેક નવી પહેલ કરી છે જેનો હેતુ ગરીબો અને વંચિતોની મદદ કરવાનો છે. તેમાં પ્રધાનમંત્રી આવસ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સામેલ છે. આ યોજનાઓથી લાખો લોકોને લાભ થયો છે. હવે જ્યારે વર્ષ ૨૦૨૩ સમાપ્ત તરફ છે તો આવામાં જાણીએ કે આ વર્ષે મોદી સરકારની કઈ મોટી યોજનાઓ આવી જેની ચર્ચા લોકોમાં ખુબ થઈ છે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના: સપ્ટેમ્બરમાં વિશ્વકર્મા જયંતીના અવસરે આ યોજનાની શરૂઆત થઈ. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના છે. ભારત સરકારે આ યોજનાની જાહેરાત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટને રજૂ કરતા કરી હતી. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાને ખાસ કરીને દેશના શિલ્પકારો અને કારીગરોને આર્થિક મદદ આપવા માટે શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૭-૨૮ સુધીમાં ૧૩ હજાર કરોડ રૂપિયાના ખર્ચાની જોગવાઈ કરાઈ છે.

મહિલા સન્માન બચત યોજના: મોદી સરકારે મહિલાઓને આ ભેટ આપતા મહિલા સન્માન બચત પત્ર નામની નવી યોજના રજૂ કરી હતી. જે હેઠળ મહિલાઓ ૨ લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. આ યોજના હેઠળ અપાનારા વ્યાજદર ૭.૫ ટકા પ્રતિ વર્ષ છે. જે ત્રિમાસિકના આધારે અપાય છે. આ ઉપરાંત મેચ્યોરિટી પીરિયડ ૨ વર્ષ નક્કી કરાયો છે. મહિલા સન્માન બચત પત્ર યોજના સરકાર તરફથી મહિલાઓ માટે ચલાવવામાં આવતી ખાસ યોજના છે. આ એવી ડિપોઝિટ સ્કીમ છે જેમાં મહિલાઓને સારું વ્યાજ અપાય છે.

પીએમ પ્રણામ યોજના: પીએમ પ્રણામ યોજનાનો હેતુ દેશમાં રાસાયણિક ખાતરના ઉપયોગને ઓછો કરવાના વૈકલ્પિક ખાતરોને ખેતીમાં પ્રોત્સાહિત કરવાનો છે. તેનાથી સરકાર પર સબસિડીનો બોજો ઓછો થશે અને ખેતીમાં અન્ય ખાતરના ઉપયોગથી ખેતીની ગુણવત્તા પણ સારી થશે. તેનાથી ખેડૂતોને પણ ફાયદો થશે કારણ કે તેનાથી ખેતીનો ખર્ચો ઓછો થઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.