Western Times News

Gujarati News

આ જનમમાં તો હું માતા નથી જ બનવાની: નેહા ભસીન

મુંબઈ,  Bigg Boss OTT અને Bigg Boss ૧૫માં ભાગ લઈ ચૂકેલી બોલિવૂડ સિંગર નેહા ભસીને તાજેતરમાં જ પોતાના ૪૦મા જન્મદિવસની ઉજવણી કરી. તેણે આ અવસર પર શાનદાર પાર્ટીનું પણ આયોજન કર્યુ હતું, જેમાં નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. અભિનેત્રીએ મિત્રો સાથે મળીને ખૂબ ડાન્સ કર્યો હતો. નેહા ભસીને આમ તો બોલિવૂડમાં ઘણાં હિટ ગીતો આપ્યા છે, પરંતુ તે હજી પણ ઘણું અચીવ કરવા માંગે છે. તેણે એક ઈન્ટર્વ્યુમાં પોતાના જીવનને લગતા રસપ્રદ ખુલાસા કર્યા હતા. તેણે માતા બનવા વિશે એક ચોંકાવનારું નિવેદન પણ આપ્યુ હતું.

સિંગર નેહા ભસીને એક વાતચીત દરમિયાન જણાવ્યું કે, ઈંગ્લિશ આલ્બમ હોય કે વર્લ્ડ ટૂર, તે પોતાના પ્રત્યેક સપનાને એકએક કરીને સાકાર કરી રહી છે. નેહા ભસીનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે તમામ ગોલ્સ કામને લઈને જ બનાવ્યા છે કે અંગત જીવનને લગતા પણ કોઈ પ્લાન તૈયાર કર્યા છે? કારણકે લગ્નના છ વર્ષ થયા છે.

આ સાંભળીને નેહા જણાવે છે કે, હું આ જનમમાં તો માતા નથી બનવાની. હું એક અનાથાશ્રમ ખોલવા માંગુ છું, જેમાં હું ૧૦-૧૨ બાળકોની દેખરેખ કરી શકુ. તેમને શિક્ષણ આપી શકું અને તે જીવન અને પ્રેમ આપી શકું જે તે ડિઝર્વ કરે છે.

નેહા ભસીન જણાવે છે કે, મેં ક્યારેય નથી વિચાર્યું કે મારા પોતાના બાળકો હોય. પરંતુ હંમેશા અનાથ બાળકો મારા મનમાં લાગણી હોય છે. બાળપણથી જ હું બાળકોને દત્તક લેવા માંગતી હતી. પરંતુ પછી સમયની સાથે મને વિચાર આવ્યો કે એક બાળકને દત્તક લેવા કરતા કંઈક મોટું કરવું જાેઈએ. આગામી બે-ત્રણ વર્ષમાં હું આ બાબતે આગળ કામ કરીશ.

નેહા ભસીને આગળે જણાવ્યું કે, ગત વર્ષે જ્યારે હું રિયાલિટી શૉથી બહાર થઈ તો મને લાગ્યું કે મેં કંઈક તે અચીવ કર્યું છે. આજે હું તમામ નકારાત્મક બાબતોથી બહાર આવી ગઈ છું. ૨૦ વર્ષની નેહાને આજે ૪૦ વર્ષની નેહા પર ગર્વ છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૬માં નેહાએ સમીરઉદ્દીન સાથે લગ્ન કર્યા હતા. નેહા ભસીને રેસ ૩, ટાઈગર ઝિંદા હૈ, વગેરે ફિલ્મોમાં ગીત આપ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.