સમય આવ્યે હું આદિલની તેની ગર્લફ્રેન્ડ સાથેની તસવીરો અને વીડિયો જાહેર કરીશ: રાખી
મુંબઈ, માતાના નિધનના થોડા દિવસ બાદ રાખી સાવંતે પતિ આદિલ ખાન દુરાની પર કેટલાક ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને તેની ગર્લફ્રેન્ડના કારણે લગ્નજીવનમાં તકલીફ ઉભી થઈ હોવાનું કહ્યું હતું. આ સાથે તેણે ફોટોગ્રાફર્સને આદિલને કવર ન કરવાની વિનંતી કરી હતી કારણ કે તે માત્ર પોપ્યુલારિટી માટે તેનો ઉપયોગ કરી રહ્યો છે.
ગુરુવારે જિમ બહાર ફોટોગ્રાફર્સ સાથે વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે ‘તમારા થકી હું આદિલના જીવનમાં રહેલી છોકરી, જેણે હું બિગ બોસ મરાઠી ૪ના ઘરમાં હતી ત્યારે લાભ ઉઠાવ્યો હતો, તેને ચેતવણી આપવા માગુ છું. હું તેનું નામ નહીં લઉ પરંતુ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તસવીરો અને વીડિયો દેખાડીશ.
રાખી સાવંતે આગળ કહ્યું હતું કે ‘આદિલે મને તેના અફેરના કારણે આઠ મહિના સુધી લગ્ન અંગે મૌન રહેવા કહ્યું હતું. તેણે કહ્યું હતું ‘તું મારી ભગવાન છે, તું મારી ખુદા છે, અલ્લાહ પછી તું છો’. નહીં, મને તેની સાથે ન સરખાવીશ, હું માટીની બનેલી છું, મારા મોત બાદ તે ઘટી જશે.
મારે પત્ની બનવું છે, બાળકોની મા બનવું છે. હું એક માણસ બનવા માગુ છું. હું કહેવા માગું છું કે, મેં હજી સુધી કંઈ પણ શેર કર્યું નથી. હું અત્યારસુધી મૌન હતી. તે છોકરીના કારણે તેણે લગ્નનો ઈનકાર કર્યો હતો. પરંતુ બાદમાં ફેન્સ અને મીડિયાના કારણે તે ડરી ગયો હતો અને લગ્ન સ્વીકાર્યા હતા. હું બીજા માટે સીડી બનવા નથી માગતી. જીવનમાં આગળ વધવા માટે મારો ઉપયોગ ન કરીશ.
રાખી સાવંતે આદિલ ખાનની ગર્લફ્રેન્ડનને તેમનું લગ્નજીવન ખરાબ ન કરવાની પણ ચેતવણી આપી હતી. ‘એક મહિલા બીજી મહિલાનું ઘર તોડી રહી છે. પુરુષ તો શ્વાન જેવા હોય છે. તમે જશો એટલે આવુ કરવાના જ. તે એક પરિણીત સ્ત્રીનું જીવન ખરાબ કરી રહી છે.
તારું નામ નથી લઈ રહી અને વીડિયો વાયરલ નથી કર્યા તે માટે મારો આભાર માનવો જાેઈએ’, તેમ તેણે રડતાં-રડતાં કહ્યું હતું. રાખીએ કહ્યું હતું કે, જાે આદિલ ઘરે પરત ફરે તો તેને માફ કરવા માટે તૈયાર છે. ‘જાે હું શરમાવવાનું જાણું છું તો આંખો ઉઠાવીને સ્વાભિમાન અને લગ્ન માટે લડવાનું પણ જાણું છું. હું તને ચેતવી રહી છું. આદિલ તે છોકરીને છોડી દે.
હું અન્ય છોકરીઓની જેમ શાંત રહીશ તેમ તું ન વિચારતો. જાે તે મને ધમકી આપી તો હું સહન નહીં કરું. મેં વિચાર્યું હતું કે, ૩૦ રોઝા રાખીશ, ઉમરાહ જઈશ અને સારું લગ્નજીવન જીવીશ.
આફતાબ પૂનાવાલા અને શ્રદ્ધા વૉકર કેસનો ઉલ્લેખ કરતાં રાખીએ કહ્યું હતું ‘કહે છે ને કે મીડિયામાં કેમ આવે છે, ઘરની વાત ઘરમાં રાખ. ઘરમાં રહીને મારે ફ્રિજમાં નથી જાવું. એક પરિણીત મહિલા તરીકે મારા હક માટે લડીશ. આદિલ તે છોકરીને સપોર્ટ આપી રહ્યો છે તેથી તે મને આત્મવિશ્વાસ સાથે કહે છે કે, આદિલ મને છોડીને તેની સાથે લગ્ન કરી લેશે.SS1MS