બે વર્ષમાં ૬૪૧૩ કરોડની કિંમતના વિદેશી-દેશી દારુનો જથ્થો ઝડપાયો
(એજન્સી)ગાંધીનગર, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના નામે લીરા ઉડતા હોય તેમ ગુજરાત રાજ્યમાં બે વર્ષમાં ૬૪૧૩ કરોડની કિંમતના વિદેશી-દેશી દારુનો જથ્થો ઝડપાયો છે. સાથે જ ૨ વર્ષમાં ૬૨૦૧ કરોડની કિંમતનું અફીણ, ચરસ, ગાંજાે સહિતનું દ્રવ્ય ઝડપાયું છે.
વિદેશી-દેશી દારૂ, અન્ય નશીલા દ્રવ્યોના આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાંથી બે વર્ષમાં ૧૯૭.૫૬ કરોડની કિંમતનો વિદેશી દારૂ પકડાયો છે. સાથે જ છેલ્લા બે વર્ષમાં ૩ કરોડ ૯૯ લાખનો દેશી દારૂ પણ ઝડપાયો છે.
રાજ્યમાં બે વર્ષમાં ૧૦ કરોડ ૫૧ લાખનો બિયરનો જથ્થો પકડયો છે. વર્ષમાં રાજ્યમાંથી ૬૪૧૩ કરોડની કિંમતના વિદેશી-દેશી દારુનો જથ્થો ઝડપાયો છે. ૬૨૦૧ કરોડની કિંમતનું અફીણ, ચરસ, ગાંજાે સહિતનું દ્રવ્ય ઝડપાયું છે.
ગુનાઓમાં સંડોવાયેલા ૩૭૧૬ આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી છે. પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ ચાલતુ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.વિધાનસભા ગૃહમાં ડ્રગ્સના પ્રશ્ન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યમાં જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાયું હશે તે પોલીસને દંડ કરાશે અને જે પોલીસે પકડ્યું હશે તેને પ્રોત્સાહન ઇનામ પણ અપાશે. આ મુદ્દે સરકાર યોજના બનાવી રહી છે. આપણે સૌ સાથે મળી સાથે કામ કરીશું.