બે વર્ષમાં હાઈકોર્ટે ૧૩થી વધુ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી

અમદાવાદ, ગુજરાતના વલસાડની ૧૪ વર્ષીય એક સગીર દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઇકોર્ટે ૨૬ સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપતો હુકમ કર્યાે છે.
આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે છેલ્લા બે વર્ષમાં ૧૦ સગીરા સહિત કુલ ૧૩થી વધુ પીડિતાઓને ગર્ભપાતની મંજૂરી આપતા હુકમો કરાયા છે, જે પાછલા વર્ષાેની સરખામણીમાં નોંધનીય અને ચર્ચાસ્પદ રહ્યા છે. સાથે સાથે આ પ્રકારના કેસોમાં પણ વધારો નોંધાયો છે. વલસાડની ૧૪ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મના કેસમાં પોક્સો એકટ હેઠળ વાંસદા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ દરમિયાન સગીરાને ગર્ભ રહી જતાં તેના પિતા દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી ગર્ભપાત માટે મંજૂરી માંગવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે વાપીની જીએમઈઆરએસ હોસ્પિટલ સત્તાવાળાઓને સગીરાની શારીરિક અને માનસિક તપાસ સહિત મેડિકલ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યાે હતો.
ત્યારબાદ હાઇકોર્ટે બીજી વખત પણ મેડિકલ તપાસનો રિપોર્ટ મંગાવ્યો હતો અને આખરે ચીફ મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ સગીરાના ૨૬ સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપતો હુકમ કર્યાે હતો. તબીબને પણ સાથે રાખવા તેમ જ ગર્ભપાત બાદની સારવાર સંબંધી પગલાં લેવા અને જરૂરી કાળજી રાખવા પણ હોસ્પિટલ સત્તાધીશોને હુકમ કર્યાે હતો.
આ કેસમાં આરોપી વિરૂદ્ધનો કેસ પુરવાર કરવા સગીરાના ગર્ભની પેશીના ડીએનએ સેમ્પલ પણ જાળવી રાખવા હોસ્પિટલ સત્તાધીશોને ખાસ તાકીદ કરી હતી, જેને એફએસએલમાં મોકલવાની તાકીદ કરી હતી. આ હુકમ સાથે હાઈકોર્ટે પીડિતા તરફથી કરાયેલી રિટ અરજીનો નિકાલ કર્યાે હતો.SS1MS