ઉધમપુરમાં પોલીસે સાથીને ઠાર માર્યા બાદ આત્મહત્યા કરી લીધી
જમ્મુ, જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક પોલીસકર્મીએ કથિત રીતે એકે-૪૭ એસોલ્ટ રાઈફલથી તેના સાથીદારની ગોળી મારીને હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યાે હતો.
અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે, જ્યારે આ ઘટના બની ત્યારે બે પોલીસકર્મી અન્ય એક સાથીદાર સાથે ઉત્તર કાશ્મીરના સોપોરથી સબસિડરી ટ્રેનિંગ સેન્ટર જમ્મુ ક્ષેત્રના તલવાડા તરફ જઈ રહ્યા હતા.મળતી માહિતી અનુસાર સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ ઉધમપુરના રેહેમબલ વિસ્તારમાં કાલી માતા મંદિર પાસે પોલીસ વાનમાં બે પોલીસકર્મીઓના મૃતદેહ પડેલા જોવા મળ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા પહેલા કોઈ વિવાદને પગલે સાથીદાર ડ્રાઈવર પર ગોળીબાર કર્યાે હતો. એક સિલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલ જે વાહનમાં મુસાફરી કરી રહ્યો હતો, તે સુરક્ષિત બચી ગયો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે, આરોપીએ ફાયરિંગમાં એકે-૪૭ એસોલ્ટ રાઈફલનો ઉપયોગ કર્યાે હતો. તેઓ સોપોરમાં પોસ્ટેડ હતા અને કાશ્મીરના હતા. પ્રાથમિક માહિતીને ટાંકીને અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીએ આત્મહત્યા કરતા પહેલા તેના સાથીદારની ગોળી મારી હત્યા કરી હતી. અગાઉ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે સવારે લગભગ ૬.૩૦ વાગ્યે પોલીસ સ્ટેશન રેહેમબલને માહિતી મળી હતી.SS1MS