Western Times News

Gujarati News

ઉનામાં માતા પુત્રીની ટોળકીએ મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચોરી કરી

ગીર સોમનાથ, ગીર સોમનાથના ઉનામાં પોલીસે શાતિર મહિલા ચોર ટોળકીને ઝડપી પાડી છે.પોલીસે સોનાના ચેનની ચોરી કરનાર રાજકોટની બે મહિલાઓને ઝડપી પાડી છે. આ ચોર ટોળકીએ ઉનામાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન સેરવી લીધી હતી.જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ગીર સોમનાથના ઉનામાં પોલીસે શાતિર મહિલા ચોર ટોળકીને ઝડપી પાડી છે.પોલીસે સોનાના ચેનની ચોરી કરનાર રાજકોટની બે મહિલાઓને ઝડપી પાડી છે. આ ચોર ટોળકીએ ઉનામાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન સેરવી લીધી હતી.જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં જાેઈ શકાય છે કે બન્ને મહિલાઓ દુકાન પર ખરીદી કરવા માટે આવેલી વૃદ્ધાના ગળામાંથી ચેનની ચોરી કરે છે.

વૃદ્ધાના ગળામાંથી નજર ચૂકવી ચેનની ચોરી કરી પર્સમાં નાખી ફરાર થઈ જાય છે. આ ઘટના બાદ પોલીસે સીસીટીવીના આધારે રાજકોટના ગૂંદાવાડીમાં રહેતી નીકીતા સાવલીયા અને વૈશાલી સાવલીયાને ઝડપી પાડી હતી. જેની તપાસમાં ખુલાસો થયો કે આ શાતિર ટોળકીએ તો રાજકોટ શહેરમાં પણ આજ રીતે ૬ જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

માતા-પુત્રીની આ ચોર ટોળકી ચોરી કરવા માટે ૧૦ લાખની કિંમતની કાર લઇને જતી હતી.પોલીસે હાલ આરોપી માતા-પુત્રી પાસેથી ૩ લાખ ૧૨ હજારની કિંમતનો ૬૩ ગ્રામનો સોનાનો ચેન, ૧૦ લાખની કિંમતની કાર અને મોબાઇ ફોન મળીને ૧૩ લાખથી વધુની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.