Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશમાં રિકવરીનો ટાર્ગેટ પૂરો નહીં થતાં મેનેજરે જીવન ટૂંકાવ્યું

ઝાંસી, ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક ફાયનાન્સ કંપનીના એરિયા મેનેજરે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સ્થળ પરથી ૫ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી અધિકારીઓ તેના પર રિકવરીનો ટાર્ગેટ પૂરો કરવા માટે દબાણ કરી રહ્યા હતા.

જો તે પૂરો ન થાય તો પગાર કાપી નાખવાની ધમકી આપી હતી. જેનાથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. તેણે નોટમાં લખ્યું છે કે કામના દબાણમાં તે ૪૫ દિવસથી સારીરીતે ઊંÎયો નહતો. ૪૨ વર્ષીય તરુણ સક્સેના એક ફાયનાન્સ કંપનીમાં એરિયા મેનેજરના પદ પર હતો.

તેને એક પુત્રી અને એક પુત્ર છે. તેના પિતા મેડિકલ કોલેજમાંથી નિવૃત્ત ક્લાર્ક છે. સવારે જ્યારે ઘરની નોકરાણી આવી તો તેણે તરુણની લાશને રૂમમાં લટકતી જોઇ હતી. તેના પત્ની અને બાળકો બીજા રૂમમાં હતા અને તેમનો રૂમ બહારથી બંધ હતો.

નોકરાણીએ શોરબકોર કરી નજીકમાં રહેતા ભાઈને જાણ કરી હતી. તેમણે આવીને બીજા રૂમમાં બંધ મૃતકની પત્ની અને બાળકોને બહાર કાઢ્યા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.