ઉત્તરાખંડમાં વરસાદના કારણે નેશનલ હાઈવે સહિત ૮૮ રસ્તાઓ બંધ થઈ ગયા
દહેરાદુન, ઉત્તરાખંડમાં વરસાદના કારણે નેશનલ હાઈવે સહિત ૮૮ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર અયાઝ અહમદે જણાવ્યું કે બંધ રસ્તાઓ ખોલવા માટે ૨૩૩ ત્નઝ્રમ્ મશીનો લગાવવામાં આવ્યા છે.In Uttarakhand, 88 roads, including the National Highway, were closed due to rains
તેમણે કહ્યું કે અત્યાર સુધી રાજ્યમાં ૬૪ રસ્તાઓ બંધ છે. પરંતુ બુધવારે વરસાદના કારણે અન્ય ૬૦ રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. જાે કે, વિભાગ દ્વારા બંધ કરાયેલા બંધમાંથી દિવસ દરમિયાન ૩૬ રસ્તાઓ વાહનવ્યવહાર માટે ખોલવામાં આવ્યા હતા. જેના કારણે હવે રાજ્યમાં ૮૮ રસ્તાઓ ચાલી રહ્યા છે.
તેમણે કહ્યું કે આ રસ્તાઓ ખોલવાના પ્રયાસો ચાલુ છે. વરસાદ બાદ રસ્તાઓ બંધ થઈ જવાના કારણે યાત્રિકોની મુશ્કેલીઓ પણ બમણી થઈ ગઈ છે. રસ્તો બંધ થવાના કારણે મુસાફરોને રસ્તા પર જ રાત વિતાવવી પડે છે. વહીવટીતંત્ર દ્વારા બંધ રસ્તાઓ ખોલવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, જેથી મુસાફરોની મુશ્કેલીઓ ઓછી થઈ શકે.
રાજ્યમાં મોટાભાગે બંધ થયેલા રસ્તાઓમાં થલ-મુન્સિયારી સ્ટેટ રોડ, બડેથી-બદ્રીગઢ મોટર રોડ, લામ્બગાંવ-મોટના-રાઝાખેત-ઘંસલી મોટર રોડ, હરિપુર-ઇચ્છડી-ક્વાનુ-મીનાસ મોટર રોડ, કલસી-ચક્રતા મોટર રોડ અને ચક્રતા-લાખામંડલ મોટર રોડનો સમાવેશ થાય છે.
મંગળવારે સમગ્ર કુમાઉમાં હવામાનમાં અચાનક ફેરફાર સાથે વરસાદ પડ્યો હતો. પહાડી જિલ્લાઓમાં વરસાદને કારણે કેટલાક મુખ્ય માર્ગો સહિત મોટી સંખ્યામાં ગ્રામ્ય માર્ગો પણ કાટમાળના કારણે બંધ થઈ ગયા હતા. મુખ્ય રસ્તાઓમાં થલ-મુન્સિયારી અને જૌલજીબી-મુન્સિયારી રસ્તાઓનો સમાવેશ થાય છે.
કાટમાળના કારણે ટનકપુર-તવાઘાટ હાઈવે પણ લગભગ ૪ કલાક બંધ રહ્યો હતો. સીમાંત પિથોરાગઢ, દીદીહાટ, મુનસિયારી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો છે. પિથોરાગઢ જિલ્લામાં મુખ્ય અને ગ્રામીણ સહિત કુલ ૫ રસ્તાઓ બંધ છે. મુંશિયારી-જૌલજીબી રોડ બંધ થવાને કારણે અહીં ૨૦ જેટલા વાહનો ફસાયા છે.Hs1MS