Western Times News

Gujarati News

ગુજરાતના બ્યૂરોક્રેસીમાં મુખ્ય સચિવના પદ માટે ખેંચતાણ

ગાંધીનગર, ગુજરાતના સચિવાલયમાં હાલમાં સૌથી વધારે ચર્ચા હોય ચીફ સેક્ર્ટેરી અને ગુજરાતના ડીજીપીની છે. હાલમાં IAS અને IPSમાં જાણે ચૂંટણી હોય અને ટિકિટ માટે દોડાદોડી હોય તેમ ગાંધીનગર અને દિલ્હી સુધી છેડા અડાડી આ બંને પદો માટે ખેંચતાણ ચાલી રહી છે. પરંતું રાજ્યની બ્યૂરોક્રસીમાં મુખ્ય સચિવ પદ માટે હાલમાં ખેંચતાણ ચાલી રહી છે.

આ મલાઈદાર પદ માટે અનેક આઈએએસ ઓફિસર એડીચોટીનું જાેર લગાવી રહ્યાં છે. પરંતું કોનુ નસીબ બળવાન નીકળશે તે તો સમય બતાવશે, પંરતુ હાલ જાણવા મળ્યું છે કે, એક IAS ઓફિસર આ પદ મેળવવા માટે PMOના પ્રિન્સીપાલ સેક્રેટરીને બે વાર મળી આવ્યા છે. તેમનુ નામ હાલ ગુજરાતના ચીફ સેક્રેટરીની રેસમાં મોખરે છે.

PMOના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. પી.કે. મિશ્રા શનિવારે અમદાવાદમાં હતા. સવારે તેઓ શાહીબાગ સર્કિટ હાઉસ આવી પહોંચ્યા ત્યારે રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે જેમનું નામ નક્કી મનાય છે તેવા ગૃહ અને ઉદ્યોગ વિભાગના ACS રાજકુમાર અને જેઓ આ પદ માટે સિનિયોરિટીમા બીજા ક્રમે છે તેવા પંચાયત વિભાગના.

ACS વિપુલ મિત્રા એમ બંને મળવા માટે ત્યાં પહોંચી ગયા હતા. ડો. મિશ્રા સાથે શુભેચ્છા મુલાકાત માટે આ બંને CS કોઇ એકલા નહોતા અહીં પહોંચ્યા તો અઢિયા અને રાઠોડ પણ લાઈનમાં હતા.

આમ મિશ્રાએ ગાંધીનગરમાં આવીને ઉચ્ચ અધિકારીઓ પાસેથી રિપોર્ટિંગ લીધું હતું. આ અધિકારીઓ તો એકવાર મળ્યા હતા પણ મિત્રાને તો મિશ્નાને મળવાની ૨ વાર તક મળી ગઈ હતી. આશ્રમ રોડ સ્થિતિ એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં મિત્રા એકલા હાજર હતા.

મિત્રાએ પંચાયત વિભાગ છોડવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. જેમને એમ છે કે તેમને એક્સ કેડર પોસ્ટિંગ મળશે પણ ભાજપ સરકારમાં કંઈ પણ બની શકે છે.

ગુજરાતમાં મુખ્ય સચિવ પંકજકુમારને મળેલું આ એક્સટેન્શન ૩૧ જાન્યુઆરીએ પૂરું થઈ રહ્યું છે. રિટાયરમેન્ટ નજીક આવે ત્યારે અધિકારીની કામગીરી પર અસર જાેવા મળતી હોય છે. પરંતુ પંકજકુમાર સતત કામગીરી કરી રહ્યાં છે.

રાજકુમારને મુખ્ય સચિવ પદ માટે જ ખાસ દિલ્હીથી ડિસેમ્બર-૨૧માં તેડાવાયેલા છે. જાે બધું સમુસૂતરું પાર પડી રાજકુમારની નિમણૂક મુખ્ય સચિવ પદે થશે તો સ્વાભાવિક રીતે ગૃહવિભાગ તથા ઉદ્યોગ-ખાણ વિભાગના વડા પદે નવી નિમણૂકો થશે અથવા આ વિભાગોના ચાર્જ વધારાના હવાલારૂપે અન્યોને સોંપાશે, જેના માટે કેટલાક અધિકારીઓ ટાંપીને બેઠા છે.

આમ હાલમાં સૌથી વધારે રાજકારણ સચિવાલયમાં ચાલી રહ્યું છે. પંકજ કુમારને એક્સટેન્શન ન મળે તો સૌથી વધુ ફેરફારો સચિવાલયમાં થશે. જેમાં મલાઈદાર પદો માટે હાલમાં ખેંચતાણ ચાલી રહી છે. જેમાં દરેકને રસ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.