વડોદરામાં પુષ્પા-૨ ફિલ્મ મોડી શરૂ થતા દર્શકોએ મલ્ટીપ્લેક્સમાં હોબાળો મચાવ્યો
મુંબઈ, વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ઇવા મોલ સ્થિત પીવીઆરમાં પુષ્પા-૨ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ થિયેટરમાં વડોદરાના ફિલ્મ રસિકો વહેલી સવારનો ૬ વાગ્યાનો શો જોવા માટે ટિકિટ લઈને પહોંચ્યા હતા.
સવારે ૬ વાગ્યાનો શો બે કલાક મોડો શરૂ થતાં દર્શકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને થિયેટરની બહાર હાય.. હાય…ના નારા લગાવ્યા હતાહૈદરાબાદમાં મોડીરાતે ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન અભિનેતા અલ્લુ અર્જુન બે કલાક મોડા આવતા અલ્લુ અર્જુનને મળવા માટે પહોંચેલા હજારો ચાહકોમાં નાસભાગ મચી ગઈ હતી.
જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. આ બનાવવાને ધ્યાનમાં લઈને વડોદરા પોલીસ તુરંત જ થિયેટર પર પહોંચી ગઈ હતી અને પ્રેક્ષકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા મામલો થાળે પાડ્યો હતો.
રોષે ભરાયેલા દર્શકો થિયેટરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા થિયેટરના સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને દર્શકોની રજૂઆત સાંભળી હતી. દર્શકોની રજૂઆત સાંભળ્યા બાદ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યાે હતો. જો કે, પ્રેક્ષકોએ બે કલાક મોડા શરૂ થયેલા શોના કારણે રિફંડની માગણી કરી હતી.SS1MS