વડોદરામાં ભાઇની યાદમાં ગયો ભાઇનો જીવ
વડોદરા, શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા નવઘણભાઈ ચૌહાણની અંતિમયાત્રા જાણે વરરાજાનો વરઘોડો નીકળ્યો હોય તેમ વાજગે ગાજતે નીકળી હતી.
ખુશમિજાજ અને ખુમારીવાળા નવઘણ ભાઈની મહેચ્છા હતી કે, તેમની અંતિમ યાત્રા વખતે પરિવારની આંખોમાં આંસુને બદલે ચેહરા પર સ્મિત હોવું જોઈએ. જેથી પરિવાર દ્વારા નવઘણભાઈની ઈચ્છા મુજબ બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે આતશબાજી સાથે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.
આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન પ્રસંગ હોય ત્યારે ફટાકડા બેન્ડ અથવા ડીજે સાઉન્ડ વાગતા હોય છે પરંતુ વડોદરામાં એક એવી અંતિમ યાત્રા જોવા મળી કે જેમાં ફટાકડા ની આતશબાજી અને બેન્ડબાજા સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના કુંભારવાડામાં રહેતા નવઘણભાઈ ચૌહાણ પોતાના વ્હાલસોયા ભાઈ ભીખાભાઈ ચૌહાણને ખૂબ પ્રેમ કરતા હતા.
બંને ભાઈઓ વચ્ચે એટલી આત્મીયતા હતી કે બંને જિંદગીના છેલ્લા પડાવ સુધી એક બીજા વિના જમતા પણ નોહતા.બંને ભાઈઓ વચ્ચેના અતૂટ પ્રેમનો દાખલો સમાજ માટે શિખામણ રૂપ હતો. ભગવાનની ઈચ્છા મુજબ બે મહિના પહેલા જ નવઘણ ભાઈના દિલના ટુકડા એવા ભીખાભાઈનું અકાળે મૃત્યુ થયું હતું.
ત્યારે પોતાના ભાઈની અણધારી વિદાયથી નવઘણભાઈને આઘાત લાગ્યો હતો અને તબિયત નાદુરસ્ત રહેતા છેલ્લા બે મહિનાથી તેઓ પણ બીમાર રહેતા હતા.
પોતાના ભાઈની યાદમાં નવઘણભાઈ પણ દેવલોક પામ્યા ત્યારે નવઘણભાઈએ સમાજ માટે કરેલા કામોને ધ્યાનમાં લઈને સૌ આગેવાનોએ નક્કી કર્યું કે, જે રીતે ભીખાભાઈ ચૌહાણની અંતિમયાત્રા ફટાકડા ફોડી વાજતે ગાજતે કાઢવામાં આવી હતી તે રીતે જ નવઘણભાઈની પણ અંતિમયાત્રા ફટાકડા ફોડી વાજતે ગાજતે કાઢવામાં આવે.
જેથી નવઘણ ભાઈની અંતિમ યાત્રા બેન્ડ વાજા અને આતશબાજી સાથે કાઢવામાં આવી હતી. જ્યાં સમાજના સૌ કોઈએ ભીની આંખોએ નવઘણ ભાઈને અંતિમ વિદાય આપી હતી. જેથી નવઘણ ભાઈની અંતિમ યાત્રા બેન્ડ વાજા અને આતશબાજી સાથે કાઢવામાં આવી હતી.SS1MS