વડોદરામાં દસ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર શખ્સને પડ્યો મેથીપાક
વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વૈમાલી ખાતે આવેલા સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)ના સુપરવાઈઝરે દસ વર્ષની બાળકી સાથે પ્લાન્ટ પર શારીરિક અડપલા કરતા સ્થાનિક લોકોએ તેને પકડીને ફટકાર્યો હોવાની ઘટના બની હતી. અડપલા કરનાર રાજકમલ બિલ્ડર્સનો કર્મચારી હોવાનું બહાર આવ્યું હતું. સ્થાનીક લોકોએ તેને પોલીસને સુપરત કરી દેતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના વૈમાલી સ્થિત એસટીપી પ્લાન્ટમાં સુપરવિઝન કરતા ૪પ વર્ષીય દિનેશ ભાલીયાએ દસ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. દિનેશ ભાલીયા જરોદના રહેવાસી છે તેઓ આજે નોકરી પર હાજર હતા
તે સમયે ત્યાં જ છૂટક મજુરી કામ કરતા મજૂરની ૧૦ વર્ષની બાળકીને દિનેશ ભાલીયાએ લાલચ આપી બાથરૂમમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા જે બાદ બાળકી રડવા લાગી હતી બાળકીનો રડવાનો અવાજ સાંભળી નજીકમાં મજુરી કામ કરતા તેના પિતાએ તેને રડવાનું કારણ પુછતા બાળકીએ સમગ્ર હકીકત જણાવી હતી.
જે બાદ પિતાએ આજુબાજુના રહેવાસીને જાણ કરતા રહીશો દ્વારા દિનેશ ભાલીયાને ઢોર માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા ચંપલ વડે દિનેશને માર મારવામાં આવ્યો હતો જેથી દિનેશે હાથ જાેડીને માફી માંગતો હતો. જે બાદ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે આવી દિનેશ ભાલીયા નામના યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.