વડોદરામાં સાવલી તાલુકાના વાકાનેર ગામે તસ્કરો ત્રાટક્યા
વડોદરા, વધતી જતી ઠંડીનો લાભ લઈ સાવલી તાલુકાના વાંકાનેર ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. અને ગામના બે મકાનમાંથી સોનાના દાગીના, રોકડા અને અને અન્ય એક મકાનના આંગણે પાર્ક કરેલા બાઈકની ચોરી કરી કુલ રૂ.૬૦,૦૦૦ની માલમત્તાની સાફસુફી કરી તસ્કરો નાસી ગયા હતા. તેથી ફફડાટ ફેલાતા રાત્રે પેટ્રોલિંગની માગ ઉઠી છે.
સાવલી તાલુકાના વાંકાનેર ગામના વડોદિયાવગામાં રહેતા સ્વરૂપબેન બોડાણાએ ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ૨૩મી તારીખે રાત્રે ૯ઃ૦૦ વાગ્યા બાદ તેમના ઘરમાં બંધ દરવાજાનું તાળું તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં મુકેલા લાકડાના કબાટને તોડી નાખી તેમાંથી ૧૦ ગ્રામનો રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતનો સાંકળ ભાતનો સોનાનો અછોડો તેમજ રોકડા રૂપિયા ૫,૦૦૦ મળી કુલ રૂ.૩૫,૦૦૦ની મતા ઉઠાવી ગયા.
ત્યારબાદ ગામના કૌશિક પુરી ગોસ્વામીના મકાનના દરવાજાે તોડી ૧૫૦૦૦ની કિંમતનો સાત ગ્રામનો સોનાનો દાગીનો તેમજ ગામના અર્પણ પટેલના ઘરના આંગણે મુકેલી હીરો બાઇકની કરી કુલ ગામ ૬૦,૦૦૦ની માલમતા ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગામમાં એક જ રાતમાં ત્રણ જગ્યાએથી ચોરી થતા નાઈટ માગો ઉઠી છે. SS3SS