વરાછામાં દસ દિવસમાં જ લૂંટેરી દુલ્હન ૨.૨૧ લાખ લઇ ફરાર

નવી દિલ્હી, ૧૫ વર્ષ પૂર્વે પત્ની છોડીને જતી રહેતા વરાછાના ૩૮ વર્ષીય યુવકે દીકરીને માતાની હુંફ મળી રહે તે માટે વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા હતા.
જેમાં યુવતીએ યુવક પાસેથી રોકડા ૨.૨૧ લાખ રૂપિયા લીધા હતા. લગ્નના ૧૦ દિવસમાં જ યુવતી બહાનું કરીને જતી રહી હતી. જેમાં તે પોતાની સાથે સોનાની રૂદ્રાક્ષ અને ૧૫ હજાર રોકડા પર સાથે લઇ ગઇ હતી.આ ઘટનાના પગલે ડિપ્રેશનમાં આવી ગયેલા યુવકનું હાર્ટએટેકથી મોત થયું હતું.
જેમાં મૃતકના ભાઇએ ફરિયાદ આપતા વરાછા પોલીસે લૂંટેરી દુલ્હન મુસ્કાન, આરોપી રમેશ, સીમા અને મનીષ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મુસ્કાન પરત નહીં આવતા પ્રકાશે સીમાને ફોન કરીને મુસ્કાનને મોકલવા માટે કહેતા તેણીએ મુસ્કાનની કાકાની છોકરીને બાળકનો જન્મ થયો હોવાથી સાત દિવસ પછી આવશે બાદમાં તેની નાની મરી ગઇ છે. વગેરે બહાના કાઢવા લાગ્યા હતા.
જ્યારે પ્રકાશના પિતાએ રમેશને ફોન કરતા તેણે પણ બહાના કાઢવા લાગ્યા હતા. અને છેલ્લે મુસ્કારન પરત નહીં આવે પૈસા આપી દેવાનું કહ્યું હતું. પણ મુસ્કાનને પણ પરત મોકલી ન હતી અને પૈસા પણ પરત આપ્યા ન હતા.SS1MS