વિરપુર તાલુકામાં ગાય માતાની વારે આવ્યું સંઘ
(પ્રતિનિધિ)વિરપુર, વિરપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી લમ્પી વાયરસનો કહેર જાેવો મળ્યો છે જેના કારણે કેટલીક ગાયોના મૃત્યુ પણ નિપજયાં છે ત્યારે આવા સંક્રમણ વચ્ચે વિરપુર તાલુકાના રાષ્ટ્રીય સ્વયં સેવકના કાર્યકર્તા ગાય માતાની વ્હારે આવ્યા છે. વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લમ્પી વિરોધી રસી પશુઓને આપી દેવામાં આવી છેં તેમ છતાં ગાયો સહિતના પશુઓમાં લમ્પીના લક્ષણો જાેવા મળી રહ્યા છેં.
લમ્પી વાયરસથી પીડાતી ગાય માતા માટે આ્યુવેદીક ઉપચાર લઈને તાલુકાના ગામડે ગામડે જાેરદાર સેવાનું સંધના કાર્યકર્તા દીલીપભાઇ પ્રજાપતિ અને રણજીતભાઇ સહિતના દ્રારા કરવામાં આવી રહ્યું છે ત્યારે તાલુકાના ૨૫ થી વધારે જેટલા ગામોમાં આર્યુવેદથી સારવાર આપી રહ્યા છે ત્યારે આ મહાન કાર્યને તાલુકાની પ્રજાએ આવકારી સંધના કાર્યકર્તા મદદરૂપ થઈ રહ્યા છે…