Western Times News

Gujarati News

ડિસેમ્બરથી ઇનએક્ટિવ રહેલા જીમેલ એકાઉન્ટ ડિલીટ થશે

ગૂગલ ૧ ડિસેમ્બરે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે

ગૂગલ ૧ ડિસેમ્બરના રોજ એવા યુઝર્સના એકાઉન્ટ ડિલીટ કરવા જઈ રહ્યું છે જેમણે છેલ્લા ૨ વર્ષથી જીમેલ એકાઉન્ટનો ઉપયોગ નથી કર્યો

નવી દિલ્હી, ગૂગલ ૧ ડિસેમ્બરે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. વાસ્તવમાં ગૂગલ ડિસેમ્બરથી ઇનએક્ટિવ રહેલા Gmail એકાઉન્ટને હંમેશા માટે ડિલીટ કરવા જઈ રહ્યું છે. જાે તમારું પણ કોઇ એકાઉન્ટ ઇનએક્ટિવ છે અને તમારો ડેટા તેમાં છે તો તમારે તેનો ઝડપથી બેકઅપ લેવો જાેઈએ.Inactive Gmail account will be deleted from December

જાે તમે તમારા ઇનએક્ટિવ એકાઉન્ટનો બેકઅપ નહીં લો તો એક ડિસેમ્બરે આ એકાઉન્ટ સાથે તમારો ડેટા ડિલિટ કરી દેવામાં આવશે. ચાલો જાણીએ કે Google આવા ઇનએક્ટિવ એકાઉન્ટને કેમ ડિલિટ કરવા જઇ રહ્યું છે. ગૂગલ ૧ ડિસેમ્બરના રોજ એવા યુઝર્સના એકાઉન્ટ ડિલીટ કરવા જઈ રહ્યું છે જેમણે છેલ્લા ૨ વર્ષથી જીમેલ એકાઉન્ટનો ઉપયોગ નથી કર્યો.

જાે તમે બે વર્ષથી કોઈ મેઈલ મોકલ્યો નથી કે મેળવ્યો નથી અથવા તમારા એકાઉન્ટમાં લોગ ઈન નથી કર્યું તો સમજી લો કે તમારું જીમેલ એકાઉન્ટ ૧ ડિસેમ્બરે ડિલીટ થઈ જશે. તમારા Google એકાઉન્ટને ડિલિટ થતુ રોકવા માટે તમારે તેનો નિયમિત ઉપયોગ કરવો જાેઈએ.

જાે તમે તમારા Google  એકાઉન્ટમાં ઇમેઇલ મોકલો છો, ફોટા અથવા ડ્રાઇવ ડોક્યુમેન્ટ્‌સ અપલોડ કરો છો અથવા કોઈપણ Google સેવાનો ઉપયોગ કરો છો તો તમારું એકાઉન્ટ લૉક કરવામાં આવશે નહીં. Google ની નવી નીતિમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના એકાઉન્ટ્‌સ સામેલ કરવામાં આવ્યા નથી. આમાં શાળા અથવા વ્યવસાયિક વિશ્વના Google અને Gmail એકાઉન્ટનો સમાવેશ થાય છે.

તેમાં Gmail, Drive, Docs, Meª, Calendar અને Photos સામેલ છે. કંપનીનું કહેવું છે કે યુટ્યુબર અને બ્લોગર્સને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. જાે તમે તમારું જીમેલ એકાઉન્ટ ડિલીટ કરવા માંગતા નથી તો તરત જ તેમાં લોગિન કરો અને મેઈલ કરવાનું શરૂ કરો. તમારા એકાઉન્ટનો પાસવર્ડ પણ એકવાર બદલો. જાે તમે તમારું એકાઉન્ટ એક્ટિવ રાખવા નથી માંગતા તો તમારે તેમાં રહેલા ડેટાનો બેકઅપ લેવો જાેઈએ.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.