Western Times News

Gujarati News

અંદાજિત રૂપિયા ૨૯૬.૬૭ લાખના ખર્ચે ચકલાસી અને વસો બસ સ્ટેશનનું લોકાર્પણ

નવનિર્મિત ચકલાસી અને વસો બસ સ્ટેશનનું લોકાર્પણ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લાના અંદાજિત રૂપિયા ૨૯૬.૬૭ લાખના ખર્ચે નવનિર્મિત ચકલાસી અને વસો બસ સ્ટેશનનું લોકાર્પણ મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ ચકલાસી ગ્રામજનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ નવીન બસ સ્ટેશન ચકલાસીમાં વિકાસની એક શરૂઆત છે. રાજ્ય સરકાર છેવાડાના માનવીની સતત ચિંતા કરતી હોય છે. જેના ભાગરૂપે આજે રૂ/- ૧૩૯.૨૬ લાખના ખર્ચે આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચર વાળું સુવિધાયુક્ત બસ સ્ટેશન લોકોની સુવિધા માટે નિર્માણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ધારાસભ્ય એ ચકલાસીની પ્રગતિની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ચકલાસીમાં આવનારા સમયમાં કૉમ્યૂનિટી હોલ, ગાર્ડન, લાઈબ્રેરી બનવવા સરકાર તરફથી રૂ /-૩૦૦ લાખના ખર્ચે મંજુર કરવામાં આવ્યા છે જેનું થોડાક સમયમાં કામ ચાલુ થશે તેવી ધારાસભ્ય એ પ્રજાને બાહેધરી આપી હતી. વધુમાંશ્રી મહિડાએ ઉમેર્યુ કે, ચિંતન ચોકડીથી ચકલાસી ગેટ સુધી સ્ટ્રીટ લાઈટ સાથે ડબલ લાઈન રોડ રૂ/- ૩૦ લાખના ખર્ચે નિર્માણ થશે જેના થકી ચકલાસીમાં શહેરીવિકાસ દેખાય.

મહાદેવ ભાગોળ થી આંબેડકર નગર સુધીના સ્ટ્રીટ લાઈટ સાથે ડબલ રોડ રૂ /-૧૦૩ લાખના ખર્ચે બનાવવામાં આવશે. તેમજ રૂ/-૫૦૦ લાખના ખર્ચે માતા રાજરાજેશ્વરીના પાસે આવેલા તળાવની આસપાસના ગાર્ડન ટૂંક સમયમાં તૈયાર થશે. અને રૂ/-૨૦ લાખના ખર્ચે ચકલાસી ગામમાં બે બોર બનાવવામાં આવશે તેથી ગામમાં પાણીના પ્રશ્નોન રહે તેવો ધારાસભ્ય એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સાથોસાથ ધારાસભ્ય એ એસ.ટી વિભાગીય નિયામક મહાજનથી વિનંતી કરી હતી કે, આવતી એકમ થી ચકલાસી થી રણુજા સુધીની બસ સેવા શરૂ કરવામાં આવે જેથી ચકલાસીના લોકો તેમજ જિલ્લામાં વસતા અને રાજ્યમાં વસતા દરેક લોકો એ બસ સેવા નો લાભ લઇ શકે તેવી વિનંતી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.