રણાસણ રેલવે જંક્શન પર 60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા રણાસણ રેલવે જંક્શન પર ₹60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાય ઓવરબ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓવરબ્રિજના કારણે સરદાર પટેલ રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે તથા ઇંધણની સાથે સમયની પણ બચત થવા પામશે.