‘કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી’ દ્વારા ‘કૌશલ્યા અનુભૂતિ’નો કાર્યક્રમનો પ્રારંભ
બે દિવસીય કાર્યક્રમ ITI તેમજ ૧૦મા, ૧૧મા અને ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓને ફાયદારૂપ નીવડશે
કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી’ દ્વારા ‘કૌશલ્યા અનુભૂતિ’ના કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તા.૩૧ મે અને ૧ જૂન, ૨૦૨૪ દિવસોમાં યોજાનારા બે દિવસીય કાર્યક્રમમાં આઈટીઆઈ તેમજ ૧૦મા, ૧૧મા અને ૧૨ મમા ધોરણના અનેક વિદ્યાર્થીઓને ફાયદારૂપ નીવડશે. આશરે 4000 જેટલા વિદ્યાર્થીઓ આ ‘કૌશલ્યા અનુભૂતિ’નો લાભ લઇ શકશે.
કાર્યક્રમ વિશે વિગતવાર જણાવીએ આવે તો… સ્કૂલ ઓફ કમ્પ્યૂટિંગ, સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ, સ્કૂલ ઓફ સાયન્સ, મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફાસ્ટ્રક્ચર, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ, સ્કૂલ ઑફ ડ્રોન્સ, સ્કૂલ ઓફ હેલ્થકેર, એગ્રી અને અન્ય સેવાઓ જેવા વિવિધ વિષયો પર પ્રદર્શન અને જાણકારી આપવામાં આવશે.
આ કાર્યક્રમ અંગે કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટીના ચીફ સ્કિલ કોઓર્ડિનેટરએ જણાવ્યું હતું કે, કૌશલ્ય અનુભૂતિ વિદ્યાર્થીઓને વ્યવહારુ અને ઉદ્યોગ-સંબંધિત કુશળતાથી સજ્જ કરશે. વધુમાં યુવાનો પોતાના ગતિશીલ ભવિષ્યનું નિર્માણ કરી શકશે.
વધુમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સ્થાપિત કૌશલ્ય યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ સાથે સંરેખિત કરીને કૌશલ્ય આધારિત શિક્ષણના ક્ષેત્રમાં અગ્રેસર છે. કૌશલ્ય અનુભૂતિ કાર્યક્રમ નવીન અને પ્રાયોગિક શિક્ષણ દ્વારા વૈશ્વિક સ્તરે રોજગારક્ષમ સ્નાતકો બનાવવા માટે યુનિવર્સિટીના સમર્પણનો પુરાવો છે. આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે ૬૩૫૬૦૩૭૬૮૦ નંબર પર સંપર્ક કરી શકશો.