ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન

Ahmedabad, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ EV મેન્યુફેક્ચરિંગથી ગ્રીન મોબિલિટીના ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ બદલ કંપનીના પ્રમોટર્સને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘Innovate in India’ના મંત્ર સાથે દેશમાં ગ્રીન ગ્રોથને આગળ ધપાવતા ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે દેશને રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર બનાવતા કેન્દ્ર સરકારના આયોજન અને મહિતીસભર સિદ્ધિઓનું વર્ણન કર્યું હતું.
ગુજરાતને EV મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવા માટે રાજ્યમાં EV ઉત્પાદન અને EV મોબિલિટીને પ્રોત્સાહન આપતી EV પોલીસી-2021, આત્મનિર્ભર ગુજરાત યોજના અંગે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે ‘ગ્રીન, ક્લીન, પર્યાવરણપ્રિય ગુજરાત’ના નિર્માણ માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.