Western Times News

Gujarati News

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ખાતે MRI અને 7મા મોડ્યુલર ઓપરેટિંગ થિયેટરનું ઉદ્ઘાટન

રાજકોટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટના સફળ લૉન્ચિંગ પછી વોકહાર્ટ હોસ્પિટલ્સ,રાજકોટ તેની અત્યાધુનિક એમઆરઆઈ ફેસિલિટી અને ૭ મુ મોડ્યુલર ઓપરેશન થિએટર (ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સક્ષમ) ના ભવ્ય ઉદઘાટન કરવામાં ખુબ જ ગર્વ અનુભવે છે.

આ નોંધપાત્ર માઈલસ્ટોન રાજકોટના હૃદયમાં એડવાન્સ હેલ્થકેર સર્વિસીસના નવા યુગની નિશાની છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ અપ્રતિમ હેલ્થકેર સર્વિસીસ પહોંચાડવા અને પેશન્ટ કેરને અભૂતપૂર્વ સ્તર સુધી પહોંચાડવા માટે તેની  પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

અદ્યતન MRI(મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) ક્ષમતાઓ સાથે, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ તેમના દર્દીઓ માટે ચોક્કસ નિદાન અને વ્યક્તિગત સારવાર યોજનાઓ પ્રદાન કરીને, નિદાનની ચોકસાઇમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. ઇન્સ્ટોલ કરેલ નવા MRI ની મુખ્ય વિશેષતા તેની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંચાલિત સ્માર્ટ પોસ્ટ-પ્રોસેસિંગ ક્ષમતા છે, જે ચોકસાઈ સાથે સમાધાન કર્યા વિના ઝડપી પરિણામોની ખાતરી આપે છે.

MRI મશીનની કેટલીક વિશિષ્ટતાઓ:

  1. આખાશરીરના MRI 45 મિનિટની અંદર પ્રાપ્ત કરી શકાય છે, તે પ્રિવેન્ટિવ મેડિકેશન અથવા ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ માટે પ્રોએક્ટિવ  મેઝર તરીકે સેવા આપે છે.
  2. ટ્યુમરસ્ક્રીનીંગ માટે PET-CT જેવી જ ઈમેજીસ ઓફર કરે છે.
  3. લીવરફેટ ક્વોન્ટિફિકેશન સ્ક્રીનીંગને સક્ષમ કરે છે
  4. મગજ, કરોડરજ્જુ, શરીર, એન્જીયો, મસ્કયુલોસ્કેલીટલ  (સ્નાયુ તથા હાડકાં) અને સ્તન માટે AI આધારિત એપ્લિકેશન
  5. હૃદયનું MRI
  6. કોન્ટ્રાસ્ટઈન્જેક્શન વિના પેરિફેરલ એન્જીયોગ્રાફી જે કિડનીના દર્દીઓમાં પણ વધુ સુરક્ષિત છે

વોકહાર્ટ ગ્રૂપ હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઝહાબિયા ખોરાકીવાલાએ જણાવ્યું હતું,  અમે અમારા નવા  એમઆરઆઈ મશીન અને 7મા મોડ્યુલર ઓટીનું ઉદઘાટન કરતાં, અમે એવી સફર શરૂ કરીએ છીએ જ્યાં ચોકસાઇ અને નવીનતાનો સંગમ છે કે જે આરોગ્યલક્ષી બધી જ જરૂરીયાતો પુરી કરે છે.

આવો સાથે મળીને, આપણે આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે ટેક્નોલોજીને અપનાવીએ, ડોક્ટર્સને વધુ સશક્ત કરી ઉપચારની દિશા વધુ મજબૂત બનાવીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.