શામળાજીમાં શિક્ષકોનાં નેશનલ સેમિનારનું ઉદઘાટન
(પ્રતિનિધિ) મોડાસા, યાત્રાધામ શામળાજી ખાતે દેવવ્રત ગ્રામ વિકાસ શિક્ષા સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગ બાળકો સાથે કામ કરતા વિશિષ્ટ શિક્ષકો ને દિવ્યાગોના શિક્ષણ ક્ષેત્રે સજ કરવા નો પાંચ દિવસીય નેશનલ સેમિનારનું આયોજન વિશ્વકર્મા પંચાલ જ્ઞાતિ સેવા સંઘ ખાતે યોજવામાં આવેલ જેનું ઉદ્ઘાટન સમારંભ સમગ્ર શિક્ષા અભિયાન સાથે જાેડાયેલા અમિત કવિ જીવદયા પ્રેમી નિલેશભાઈ જાેશી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી આ પાંચ દિવસ સેમીનારમાં સંચાલક જગદીશ ગઢવી દ્વારા જણાવવામાં આવેલું આ શિક્ષકોને પાંચ દિવસ સુધી સ્થળ ઉપર રોકાઈ દિવ્યાંગોના આવતા વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા અને તેમના દ્વારા નવું શું કામ કરવાનું તેનું વિવિધ રીતે શિક્ષણ આપી શિક્ષકોને અપડેટ કરવામાં આવશે તેમ જણાવેલ.