Western Times News

Gujarati News

બોપલમાં મેયરના હસ્તે નવા ફાયર સ્ટેશનનું લોકાર્પણ

ઔડા એ રૂ.૪૩ કરોડના ખર્ચે તૈયાર કરેલ ફાયર સ્ટેશન મ્યુનિ.કોર્પોરેશનને સોંપવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ફાયર વિભાગ ઘ્વારા બોપલ વિસ્તારમાં નવા ૨૦માં ફાયર સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. શહેર મેયર કિરીટભાઈ પરમારે ઔડા નિર્મિત ફાયર સ્ટેશન નું લોકાર્પણ કર્યું હતું.

જેનો લાભ બોપલ અને તેની આસપાસના વિસ્તારને મળશે.ઔડા ઘ્વારા આ ફાયર સ્ટેશન કોર્પોરેશન ને સોંપવામાં આવશે.Inauguration of new fire station by Mayor in Bhopal

મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ બોપલ વિસ્તારમાં રૂ.૪૩ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ માત્ર બે વર્ષમા તૈયાર કરવામાં આવ્યા છે.

બોપલ અને આસપાસના વિસ્તારમાં ખાસ કરીને ૫૦૦થી વધુ હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલી છે.આ ઉપરાંત રિંગ રોડ પણ નજીક આવેલો છે તેથી આગ કે અકસ્માતની ઘટનામાં આ નવું ફાયર સ્ટેશન ઉપયોગી બની રહેશે. બોપલ ફાયર સ્ટેશન શરૂ થવાથી બોપલ, શેલા, શીલજ, સાણંદ, સાંતેજ, સાણંદ જીઆઇડીસી, બાવળા, ચાંગોદર સહિતના વિસ્તારોને ફાયદો થશે.

બોપલ અને આસપાસના વિસ્તારોમાં બેથી ત્રણ લાખ લોકોને ફાયર સેવાનો લાભ મળી રહેશે. માત્ર ૫થી ૭ મિનિટમાં ટીમ ઘટનાસ્થળે પહોંચી જશે તેવા દાવા પણ કરવામાં આવ્યા છે. બોપલ વિસ્તાર અંદાજે પાંચ કિલોમીટરમાં આવેલો છે. આથી કોઈપણ ઘટના બને તો બોડકદેવ, પ્રહલાદનગર અને થલતેજથી ફાયરની ટીમ આવતા ૧૦થી ૧૫ મિનિટનો સમય લાગે છે

બોપલ ફાયર સ્ટેશન પર હાલમાં એક એમ્બ્યુલન્સ સહિત પાંચ વાહનો અને જરૂરી સ્ટાફ મૂકી ફાયર સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે ફાયર સ્ટેશનના ઉદ્‌ઘાટન ઉપરાંત અમદાવાદ ફાયરબ્રિગેડમાં નવા ૩૦ જેટલા વાહનોનો ઉમેરો થયો છે. ૭ ફર્સ્ટ રિસ્પોન્સ વ્હિકલ, ૩ વોટર કેનન ગજરાજ, ૧૨ નાના-મોટા ફાયર ફાઈટિંગ વ્હિકલ્સ ફાળવવામાં આવ્યા છે, જેથી હવે અકસ્માતની કોઈ પણ ઘટનામાં ઝડપથી ફાયરબ્રિગેડ પહોંચી શકશે.

મેયર કિરીટ પરમારના હસ્તે ઉદઘાટન બોપલ ફાયર સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના ફાયરબ્રિગેડના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા, ફાયર બ્રિગેડના ઝ્રઈર્ં રમ્ય ભટ્ટ સહિતના અધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.