ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના રાષ્ટ્રીય કક્ષાના બેદિવસીય ટ્રેડ ફેરનો પ્રારંભ
અમદાવાદ, ટેક્સટાઇલ-ગારમેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે યોજાઇ રહેલા બે-દિવસય જીજીએમએ નેશનલ ગારમેન્ટ બી૨બી ટ્રેડ ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તારીખ ૧ ફેબ્રુઆરી અને ૨ ફેબ્રુઆરીના રોજ યોજાઇ રહેલા આ બી૨બી ટ્રેડ ફેરનું ઉદ્ધઘાટન ચૈતન્યકુમાર શંભુપ્રસાદ પટેલ અને શંભુભાઈ પુરસોત્તમભાઈ મકવાણાના હસ્તે, જીજીએમએના પ્રેસિડેન્ટ વિજય પુરોહિત, ફેર કમિટીના ચેરમેન મનિષ પટેલ, સુરેશ દરજી, વિજય શાહ, માનનીય સેક્રેટરી દિલિપ બેલાણી અને ટેર્ડ ફેરના ઇન્ચાર્જ અર્પણ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદમાં હોટેલ તાજ સ્કાયલાઇન ખાતે કરવામાં આવ્યું ેહતું. આ ટ્રેડ ફેર આ બે દિવસ દરમિયાન સવારે ૧૦ કલાકથી સાંજના ૮ કલાક સુધી યોજાયો હતો. આ પ્રસંગે જીજીએમએના પ્રમુખ વિજય પુરોહિતે જણાવ્યું, “ગારમેન્ટ ઉદ્યોગનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે, કારણ કે આ ઉદ્યોગ સાથે પ્રતિભાશાળી યુવાન અને સ્કિલ કારીગરો જાેડાયેલા છે.
જીજીએમએ પીપીપી એટલે કે પ્રાઇઝ, પ્રોડક્ટ અને પ્રોડક્શનમાં વિશ્વાસ ધરાવતુ હોવાથીઆ બી૨બીગારમેન્ટ ફેર એક સીમાચિહ્નરૂપ સાબિત થયો હતો. આગામીલગ્ન તથા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી ગારમેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને ખૂબ જ સારા પ્રમાણમાં કામ મળે તે માટે ભારતના તમામ રાજ્યોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર આપી શકે તેવા વેપારીઓને વિશેષ રીતે આ ટ્રેડ ફેરમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઇન્ડસ્ટ્રીઝની લાંબા સમયથી જે એપેરલ પાર્કની માંગ હતી,તેને એસોસિએશનના સપોર્ટ દ્વારા આગામી ટુંકાગાળામાં પૂર્ણ કરવામાં આવશે.”