ભરૂચમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ યુનિટી બ્લડ સેન્ટરનું લોકાર્પણ કરાયુ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)ભરૂચ જીલ્લામાં કોરોનાકાળ અને ડેન્ગ્યુના સમયગાળા દરમ્યાન બ્લડ અને પ્લેટલેટ તથા પ્લાઝમા માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.ત્યારે આવા સમયે લોકોએ ભરૂચ જીલ્લો છોડી સુરત,વડોદરા સહિત અન્ય જીલ્લામાં ભટકું પડ્યું હતું.
જેના પગલે ભરૂચમાં લોકોને પ્લાઝમા પ્લેટલેટ અને બ્લડ મળી શકે તેવી અદ્યતન સુવિધા સાથેનું યુનિટી બ્લડ સેન્ટર ગ્રીન એન્વાયરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉભુ કરવામાં આવતા તેનું લોકાર્પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર બ્લુચીપની સામે અધ્યતન સુવિધાથી સજ્જ યુનિટી બ્લડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.જેમાં ગ્રીન એન્વાયરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવનાર છે.ભરૂચ જીલ્લાની પ્રજા કોરોનાકાળ અને ડેન્ગ્યુ જેવી બીમારીમાં પ્લેટલેટ પ્લાઝમા વિના જીવ ગુમાવી ચૂક્યા છે
અને કેટલાય લોકોએ પ્લેટલેટ પ્લાઝમા અને બ્લડ માટે ભરૂચ જીલ્લો છોડી અન્ય જીલ્લામાં ભટકવું પડ્યું હતું.જેને લઈ ભરૂચમાં ગ્રીન એન્વાયરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટના શૈલેષભાઈ પટેલ અને તેમના સહયોગી મિત્ર કમલેશ પટેલ તથા વાજીદભાઈ જમાદાર દ્વારા લોક સેવા માટે હવે દરેક પ્રકારનું લોહી તથા લોહીના ભાગો ભરૂચમાં ઉપલબ્ધ કરાવવા યુનિટી બ્લડ સેન્ટરનો શુભારંભ કર્યો છે
અને આ બ્લડ બેંકને ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રીબીન કાપી શુભારંભ કરાવ્યો હતો. ભરૂચ જીલ્લામાં કોરોના અને ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો હતો અને આ સમયગાળા દરમિયાન દર્દીઓને સૌથી વધુ પ્લેટલેટ પ્લાઝમા અને બ્લડની જરૂર પડી હતી
ત્યારે આવા સમયે ભરૂચ જીલ્લાના દર્દીના સગાઓ અન્ય જીલ્લામાં ફાફા મારી રહ્યા હતા અને તે વખતે શૈલેષ પટેલને વિચાર આવ્યો કે ભરૂચમાં અધ્યતન સુવિધા વાળી બ્લડ બેંક હોવી જાેઈએ અને તે આશ્રયેથી મિત્રોના સહયોગથી અધ્યતન સુવિધા સાથે ભરૂચવાસીઓને ભરૂચમાં જ પ્લાઝમા પ્લેટ લેટ સહિત બ્લડ મળી શકે
તેવી સુવિધા યુક્ત યુનીટી બ્લડ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અહી ૨૪ કલાક બ્લડ ડોનેશન અને બ્લડ મળી શકશે અને ૬૦૦ થી વધુ બોટલો એકઠી થાય તેવી સુવિધા કરવામાં આવી છે.તેમજ ગંભીર બીમારીઓ સિકલસેલ, થેલેસેમિયા જેવા દર્દીઓ અને દેશના શહીદ જવાનોના પરિવારને મફતમાં સેવા આપવામાં આવશે.