ઈનાયાએ ભાઈ તૈમૂર અલી ખાનનો બનાવ્યો ક્યૂટ સ્કેચ
મુંબઈ, સોહા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે પોતાના જીવનને લગતી વિવિધ બાબતો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે દીકરી ઈનાયા નૌમી ખેમુ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક સ્કેચની તસવીર સ્ટોરીમાં શેર કરી હતી.
અહીં રસપ્રદ બાબત એ છે કે ઈનાયાએ પોતાના ભાઈ તૈમૂર અલી ખાનનો સ્કેચ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. તૈમૂર અલી ખાન સોહાના ભાઈ સૈફ અલી ખાન અને ભાભી કરીના કપૂર ખાનનો મોટો દીકરો છે.
સોહા અલી ખાને આ ફોટોની સાથે કરીના કપૂર ખાનને ટેગ કરીને લખ્યું છે, Guess Who? આ સાથે જ સોહાએ ફોટોમાં ઘણાં બધા હાર્ટ ઈમોજી પણ મૂક્યા છે. ઈનાયાએ જે સ્કેચ બનાવ્યો છે તેમાં એક છોકરાએ રેડ શર્ટ પહેરી છે અને બ્લ્યુ જીન્સ પહેરી છે. અહીં ઈનાયાએ જે લખ્યું છે તેણે પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ઈનાયાએ સ્કેચની બાજુમાં લખ્યું છે- Themoorbi. કરીના કપૂર ખાને આ પોસ્ટની નોંધ લીધી છે.
તેણે સોહા અલી ખાનની આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને રી-શેર કરીને લખ્યું છે, Absolutely Adorable. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૧૭માં સોહા અલી ખાન અને કુનાણ ખેમુ દીકરીના માતા-પિતા બન્યા હતા. જ્યારે તૈમૂરનો જન્મ ડિસેમ્બર ૨૦૧૬માં થયો હતો.
ઈનાયા તૈમૂર કરતા નવ મહિના નાની છે. એક વાતચીત દરમિયાન સોહા અલી ખાને જણાવ્યુ હતું કે, તૈમૂર જે પણ કરે છે ઈનાયા તેની કોપી કરવા માંગે છે, અને તેના કરતા ફટાફટ તે કામ પૂરુ કરવાનો પ્રયત્ન કરે છે.
જ્યારે તમારા મોટા ભાઈ-બહેન હોય છે, તમે ઝડપથી વસ્તુઓ શીખો છો.સોમવારના રોજ સોહા અલી ખાને ઈનાયાનો વધુ એક વીડિયો શેર કર્યો હતો. તેણે લખ્યુ હતું, લિસ્ટની તમામ વસ્તુઓ અમે મેળવી લીધી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે ઈનાયા શોપિંગ લિસ્ટમાં જાેઈ રહી છે. તે મમ્મી સાથે ગ્રોસરી સ્ટોર ગઈ હતી.
સોહા અલી ખાન અને કરીના કપૂર ખાન ઘણી વાર તૈમૂર અને ઈનાયાની તસવીરો શેર કરતા હોય છે. બન્ને ભાઈ-બહેન વચ્ચે સારી મિત્રતા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો સોહા અલી ખાને વર્ષ ૨૦૦૪માં દિલ માંગે મોર ફિલ્મ સાથે ડેબ્યુ કર્યુ હતું.
ત્યારપછી તે ૨૦૦૬માં રંગ દે બસંતીમાં જાેવા મળી હતી. ટૂંક સમયમાં તે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થનારા શૉ હશ હશમાં જાેવા મળશે. આ પ્રોજેક્ટમાં તેની સાથે જુહી ચાવલા, કરિશ્મા ટન્ના, આયશા ઝુલ્કા અને ક્રિતિકા કામરાએ કામ કર્યું છે.SS1MS